વિવાદ:રાજવીનગર પાસે લઘુશંકા મુદ્દે યુવાનને પથ્થર મરાયો

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવા કંડલામાં લેબર કોન્ટ્રાક્ટરની કારના કાચ તોડાયા

ગળપાદરના રાજવીનગરના ગેટ-2 પાસે લઘુશ઼કા કરવા મુદ્દે બોલાચાલી થયા બાદ બે જણાએ યુવાનને પથ્થર મારી ઇજા પહોંચાડી હોવાની, તો નવા કંડલામાં જુની અદાવતનું મનદુ:ખ રાખી લેબર કોન્ટ્રાક્ટરની કાર પર પથ્થર ફેંકી કાચ તોડી પડાયા હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. ગળપાદરના રાજવીનગર રહેતા ઓમપ્રકાશસિંહ તોમરે ફરીયાદ નોંધાવી છે કે, ગત સાંજે રાજવીનગર ગેટ-2 પાસે પહોંચ્યા ત્યારે ભવાનીનગરમા઼ રહેતો ચિરાગ ગઢવી ત્યાં લઘુશ઼કા કરી રહ્યો હતો તેને તું અહીં કેમ લઘુશ઼કા કરે છે બેટા એમ કહેતાં ચિરાગ અને તેની સાથે ઉભેલા કુલદિપસિંહ જાડેજાએ ગાળો બોલી હતી.

ચિરાગે પથ્થર મારી ડાબા હાથમાં ઇજા પહો઼ચાડી અને કુલદિપસિંહે કોલર પકડી હાથાપાઇ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું તેમણે એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું. તો તુણા ખાતે રહેતા 20 વર્ષીય લેબર કોન્ટ્રાક્ટર શોહેબ અનવરભાઇ પઠાણે કંડલા મરિન પોલીસ મથકે નો઼ધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત બપોરે અઢી વાગ્યે તેઓ નવા કંડલા હતા ત્યારે જુની અદાવતનું મનદુ:ખ રાખી રેલ્વે ઝૂંપડામાં રહેતા અહેમદ સિદ્દિકભાઇ બુચડે કાર પર પથ્થર મારી આગળનો કાચ તોડી રૂ.12,000 નું નુકશાન પહોંચાડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...