ક્રાઇમ:આડેસરમાં જૂની અદાવતમાં યુવાનને છરીના ઘા ઝીંકાયા

ગાંધીધામ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઝઘડો થયો છતાં સામે કેમ આવ્યો કહી હુમલો કરનાર 4 સામે નોંધાઇ ફોજદારી

રાપર તાલુકાના આડેસર ગામમાં અમારી સાથે તારો ઝઘડો થયો છે છતાં સામે કેમ આવે છે કહી ચાર જણાએ યુવાનને ગડદા પાટુનો માર માર્યા પછી છરીના ત્રણ ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. ફરિયાદના પગલે પોલીસે તપાસ આગળ ધપાવી છે.

આડેસરના પીપરાણીવાસમાં રહેતો 20 વર્ષીય અલ્તાફ દિનમામદ હિંગોરજા ગત સાંજે છ વાગ્યે તેના મિત્ર ફારુક સાથે બસ સ્ટેશન પાસે આવેલી મોહસિનની હોટલે ચા પી રહ્યા હતા ત્યારે ત્યાં આવેલા ફિરોજ તારમામદ હિંગોરજા, મુબારક તારમામદ હિંગોરજા, હુસેન તારમામદ હિંગોરજા અને તારમામદ ઇસ્માઇલ હિંગોરજાએ તારો અમારી સાથે અગાઉ ઝઘડો થયો છે છતાં અમારી સામે કેમ આવે છે? કહી ગડદા પાટુનો માર માર્યા પછી ચારે જણાએ છરી કાઢી ફિરોજે ડાબા હાથની આંગળી પર, મુબારકે પીઠના ભાગે તથા હુસેને સાથળના ભાગે છરી મારી ઇજા પહોંચાડી હતી તારમામદ છરી મારવા જાય ત્યાં ફારુકે તેને બચાવ્યો હતો. ચારે જણાએ હવે સામે મળીશ તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપી હતી. તેણે ચારે વિરૂધ્ધ આડેસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...