કામદારનું મોત:ચાંદ્રાણીની કંપનીમાં લોખંડની કોયલ પડતાં કામદારનું મોત

ગાંધીધામ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

અંજાર તાલુકાના ચાંદ્રાણી ગામ પાસે આવેલી કંપનીમાં કામ કરી રહેલા યુવાન કામદાર ઉપર લોખંડની કોયલ પડતાં માથામાં તેમજ હાથમાં ગંભીર ઇજાને કારણે મોત નિપજ્યું હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. અંજાર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, લાખાપર રહેતો 22 વર્ષીય રમેશભાઇ વેલજીભાઇ માતા (આહિર) શનિવારે ચાંદ્રાણી પાસે આવેલી મિનાક્ષી કંપનીમાં કામ કરી રહ્યો હતો તે દરમિયાન અચાનક તેના ઉપર જ લોખંડની કોયલ પડતાં માથામાં તથા હાથમાં ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી.

ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સરકારી હોસ્પિટલ સારવાર અર્થે લઇ જવાયો હતો પરંતુ સારવાર નસીબ થાય તે પહેલાં જ તેણે દમ તોડ્યો હોવાનું તબીબે જણાવી મસતકને લઇ આવનાર લાખાપરના જગદિશભાઇ વાસણભાઇ આહીરે આપેલી વિગતો દુધઇ પોલીસને અપાઇ હતી. હાલ અકસ્માત મોત નોંધી વધુ તપાસ પીએસઆઇ આર.બી.રાણાએ હાથ ધરી છે.\

હાલ આ ઘટનાથી પરિવાર તથા સમાજમાં માતમ છવાયો છે. અંજાર આસપાસ ધમધમતી કંપનીઓ દ્વારા સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરાતું હોવાની ફરિયાદો અનેક વાર ઉઠી ચૂકી છે. તેમજ ખાનગી કંપનીઓમાં અનેક કામદારોએ જીવ ગુમાવ્યા છે પરંતુ આજ દિવસ સુધી કોઇ પણ કંપની સામે સેફ્ટીના નિયમોનું પાલન કરાય છે કે કેમ તે બાબતે કડક તપાસ કે કાર્યવાહી કરાઇ નથી. હવે લાગતું વળગતું તંત્ર જાગે તે જરૂરી હોવાની પણ ચર્ચા ઉઠી હતી.

અન્ય સમાચારો પણ છે...