હુમલો:સોસાયટીના બંધ દરવાજા મુદ્દે મહિલાને છરી મરાઇ

ગાંધીધામ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કિડાણામાં 4 શખ્સ દરવાજો ખોલવા લાત મારતા હતા
  • ‘બહારના લોકોને સોસાયટીમાં મનાઇ’ કહેતા હુમલો

કિડાણાની સોસાયટીનો દરવાજો બંધ હોવા મુદ્દે બબાલ કરતા 4 જણાને બહારના લોકોને અંદર આવવાની મનાઇ છે કહેનાર મહિલાને છરી મારી ઇજા પહોંચાડી હોવાની ઘટના બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે. કિડાણા સોસાયટી વિસ્તારમાં આવેલી પીન્ક સિટી સોસાયટમાં રહેતા ચંદ્રાબેન એસ.કુમાર શેટ્ટીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ , બુધવારે રાત્રે 11 વાગ્યે તેઓ સોસાયટીની મહિલાઓ સાથે ગણેશ ઉત્સવ હોઇ બેઠા હતા.

તે દરમિયાન સોસાયટીના ગેટ પાસે બોલાચાલીનો અવાજ થતાં તેઓ ત્યાં ગયા હતા, ત્યાં સિક્યુરીટી ગાર્ડ રાજેશભાઇ ગોહિલને દરવાજો ખોલવા કહી લાતો મારી રહ્યા હતા. ચંદ્રાબેને તેમને બહારના લોકોને સોસાયટીમાં આવવાની મનાઇ છે કહેતા ઉશ્કેરાયેલા ચારમાંથી એકે છરી મારી હાથમાં ઇજા પહોાંચાડી હતી, તેમણે પ્રેમા કારા કોલી, પ્રવિણ ઇબ્રાહિમ કોલી, હરેશ કારા કોલી અને ઉમરશી ઇબ્રાહિમ કોલી સામે બી-ડિવિઝન પલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...