જુગારીઓ ઝડપાયા:આદિપુરમાં જુગારનો અડ્ડો ચલાવતી મહિલા સાથે ત્રણ ખેલી 3.25 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયાં

ગાંધીધામ5 દિવસ પહેલા
  • કૉપી લિંક

આદિપુરના વોર્ડ પાંચ-બીમાં પોતાના રહેણાંક મકાનમાં જુગારનો અડ્ડો શરૂ કરનારી મહિલા સાથે ત્રણ ખેલીને સ્થાનિક પોલીસે રંગેહાથ દબોચી લઈ 1.35 લાખની રોકડ રકમ મળી સવા ત્રણ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ બાતમીના આધારે ગત રાત્રે આદિપુર પોલીસે મોહિની અજીતસિંઘ યાદવ નામની મહિલાના ઘરમાં દરોડો પાડ્યો હતો. મોહિની બહારથી ખેલીઓ બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડતી હોવાની બાતમી હતી. અંદરથી ઘરને બંધ કરીને જુગાર રમાતો હતો. પોલીસે દરવાજો ખોલાવીને અંદર ગોળ કુંડાળુંવાળી તીનપત્તી રમતી મોહિની સાથે ત્રણ યુવકોને દબોચી લીધાં હતા. ખેલીઓના કબ્જામાં રહેલાં એપલ અને સેમસંગ કંપનીના 1.90 લાખના પાંચ મોબાઈલ ફોન, અંગજડતી અને પટમાંથી મળેલી 1.35 લાખની રોકડ રકમ મળી પોલીસે કુલ 3.25 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ વિરુધ્ધ જુગારધારા મુજબ ગુનો દાખલ કરી અટક કરી હતી.

અન્ય સમાચારો પણ છે...