ચોરી:સામખિયાળીમાં ટ્રક ચાલક ટાયર , ડિઝલ અને રોકડ લઇ છૂમંતર થયો

ગાંધીધામ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રાન્સપોર્ટ કંપનીના મેનજરે 73 હજારની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાવી

સામખિયાળી માળિયા હાઇવે પર આવેલી ટ્રાન્સપોર્ટ કંપનીનો ટ્રક ચાલક 362 લીટર ડિઝલ, નવા ટાયરનો જોટો અને રૂ.5,000 એડવાન્સ પેટે લઇ જઇ રૂ.73 હજારની ચોરી કરી છૂમંતર થયો હોવાની ફરિયાદ કંપનીના મેનેજરે સામખિયાળી પોલીસ મથકે નોંધાવી હતી. મુળ બાડમેરના હાલે સામખિયાળી રહેતા અને માળિયા પાસેની અંજની રોડલાઇન્સમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હરદાન કવદાન ગઢવીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, આ ઘટના તા.30/8 ના બપોરે 1 વાગ્યાથી તા.31/8 ના સવારે 9 વાગ્યા દરમિયાન બની હતી.

જેમાં તેઓ તા.31/8 ના રોજ સવારે ટ્રાન્સપોર્ટ ઓફિસે ગયા ત્યારે તેમની કંપનીનું ટ્રેઇલર જે અમૃતસરનો નિશાનસિંગ સતનામસિંગ ચલાવે છે તે ઓફિસ સામે ઉભુ઼ હતું. જેમાં લોખંડના એંગલ લોડ થયેલા હતા જે ઇસ્પાટ કંપનીમાંથી ભરી સુરત મોકલવાના હતા.

કેશિયર દિલિપસિંહ સોઢાને પુછતાં આ ટ્રેઇલરનો ચાલક રૂ.5000 એડવાન્સ અને 362 લીટર ડિઝલની પાવતી લઇને ગયો હોવાનું જણાવતાં તેમણે ડિઝલ ટેન્ક ચેક કરી તો ખાલી હતી અને ટ્રોલીનો ડ્રાઇવર સાઇડના ટાયરનો જોટો જુનો લાગતાં તપાસ કરતાં ખ્યાલ આવ્યો હતો કે ટ્રેઇલર ચાલક નિશાનસિંગ રૂ.33,465 ની કિંમતનું 362 લીટર ડિઝલ, રૂ.35,000 ની કિંમતનો ટાયરનો જોટો અને એડવાન્સ પેટે લી લીધેલા રૂ.5,000 મળી કુલ રુ.73,456 ની ચોરી કરી ટ્રક મુકી નાસી ગયો છે. આ બાબતે તેમણે નીશાનસિંગ સતનામસિંગ વિરૂધ્ધ સામખિયાળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...