ગાંધીધામમાં મહિનાઓ પહેલા બનેલા ઘર વિહોણાઓનું આશ્રય સ્થાનનું સંચાલન કોને આપવું તે હજી સુધી કોઇ કારણોસર પાલિકા નક્કી નથી કરી શકતી. પરંતુ વરસાદની સીઝનમાં ફુટપાથ પર સુવા મજબુર લોકોને એટલીસ્ટ વરસાદમાં ભીના થતા પળલતા ન સુવુ પડે તે માટે રેનબસેરાના દ્વાર ખોલી નખાયા છે.
ગુજરાત અર્બન લાઈવલીહુડ મિશન અંતર્ગત ગાંધીધામ નગરપાલિકા સામેજ બનાવેલા ઘર વિહોણાઓ માટેના આશ્રય સ્થાને થોડા દિવસ પહેલા પાલિકાએ પોતાના સ્તરેજ ખોલી નાખ્યો હતો. વરસાદની સીઝન હોવાથી ઘર વિહોણાઓ નીંદ્રા ખેંચી શકે તે માટે આ નિર્ણય લેવાયો હોવાનું પ્રમુખએ જણાવ્યું હતું.
પરંતુ જે સેવાકીય પ્રોજેક્ટમાં પાલિકાએ ન માત્ર ખર્ચ કરવાનો છે કે પ્રાથમિક સગવડો આપવાની છે, અને જે માત્ર શુદ્ધ સેવા હોવાના કારણેજ કામ લેવા ઘણા બધી સંસ્થાઓ મેદાનમાં નથી. ત્યારે જે ઉપલબ્ધ અને સક્ષમ છે તેને કામ ન આપીને આટલા મહિનાઓ સુધી સંચાલન ન સોંપવા પાછળના કારણો અકળ બની રહ્યા છે.
આંતરીક સુત્રોમાંથી કેટલાક આને અહમની લડાઈ તો કેટલાક આંતરીક ખટપટ ગણાવી રહ્યા છે. પરંતુ આ તમામનો ભોગ જે પ્રજાના ખર્ચે આ વ્યવસ્થા બની છે, તેજ પ્રજાનો એક ગરીબ વર્ગ બની રહ્યો છે. વિપક્ષને પણ જાણે આ પ્રશ્નોમાં કોઇ રુચી ન હોય તેમ કોઇ વિરોધ હજી સુધી નોંધાવ્યાનું જાણવા મળતું નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.