ડીઆરઆઈ ઈન સર્ચ:કાસેઝમાં બોન્ડેડ દારૂની તપાસમાં જુની ફાઈલો પરની ધુળ ખંખેરાઈ

ગાંધીધામ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વધુ દારૂ મંગાવીને લોકલ માર્કેટમા વેંચવાનો વેપલો
  • શહેરમાં ‘બોન્ડનો દારુ’ આસાની થી મળતો હોવાની રાવઃ કસ્ટમની ભુમીકા પર ફરી ઉઠતા સવાલ

ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ દ્વારા ગત મહિને કંડલા ઉતરેલા એક કન્ટેનરની તપાસ આદરાઈ હતી,જેને ઝોનમાં લઈ આવીને તપાસ કરાતા જાહેર કરેલા દારુથી વધુ જથ્થો હોવાનું ખુલ્યું હતું. શહેરમાં ઘણા સમયથી “બોન્ડનો દારુ’ આસાનીથી મળી જતો હોવાની ચર્ચા વહેતી રહેતી હોય છે ત્યારે તેના સ્ત્રોત સુધી પહોંચવાનો પ્રયાસ ડીઆરઆઈ દ્વારા કરાઈ રહ્યો છે.

ગેરરીતીની મોડસ ઓપરેન્ડી સામે આવી ચુકી છે તો અગાઉના જથ્થાઓમાં ખરેખર શું થયેલું તેની તપાસ માતે જુની ફાઈલોથી ધુળ પણ ખંખેરીને તપાસ કરવામાં આવી રહી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. કાસેઝ વધુ એક વાર ગેરરીતીઓના મામલે ચર્ચામા આવી રહ્યું છે, સુત્રોએ જણાવ્યું કે ડીઆરઆઈની ટીમે બોન્ડના નામે આવેલા કન્સાઈમેન્ટની આદરેલી તપાસમાં કરોડોની ગેરરીતી થઈ હોવાનું સામે આવ્યું હતું.

દારુનો કેટલોક જથ્થો પરમીટ શોપ તેમજ અન્ય સરકાર માન્ય સ્થળો આપવા માટે અપાયેલી વિશેષ છુટનો ગેરપયોગ કરીને વધુ માત્રામાં જથ્થો મંગાવી તેને લોકલ માર્કેટમાં ઉંચા દામે વેંચી મારવાનો કારસો પકડાઈ ગયો હતો. આ કિસ્સાની તપાસ હજી પણ ચાલી રહી છે ત્યારે સામે આવેલી કેટલીક અન્ય માહિતીઓના આધારે જુની ફાઈલોને પણ ખોલીને તેના સંલગ્નનોની પુછપરછ, તપાસ હાથ ધરાઈ રહી છે. સુત્રોએ જણાવ્યું કે ગાંધીધામના જાણીતા નામોની સામેલગીરી હોવાની સંભાવના પણ તેમાં રહેલી છે. ડીઆરઆઈની આ કાર્યવાહીથી કસ્ટમની ભુમીકા પર પણ વધુ એક પ્રશ્ન ઉઠવા પામ્યો છે.

અગાઉ બોન્ડ ગોડાઉનથી દારુ ચોરાયાની ફરિયાદ કરીને પણ જથ્થો ‘ગુમ’ થયો
બોન્ડના સ્ટોરેજ કે જેમાં કસ્ટમ અધિકારીઓની પણ એટલીજ જવાબદારી રહે છે, તેમાંથી દારુનો મોટો જથ્થો ચોરી થઈ ગયો હોવાની ફરિયાદ કેટલાક સમય પહેલા પોલીસ ચોપડે ચડી હતી, જે તે સમયે તપાસનીસ ને પુછતા ગોડાઉનમાં સીસીટીવી ન હોવાનું પણ જણાવાયું હતું. ખરેખર આ જથ્થો ચોરીજ થયો હતો કે સગેવગે થયો હતો. તે માટે પ્રશ્નો ઉઠતા રહે છે, પરંતુ કોઇને સીધી રીતે અસર કરતી બાબત ન હોવાથી કાર્યવાહી નથી થતી. સુત્રોએ જણાવ્યું કે અગાઉ પણ આ પ્રકારની ફરિયાદો થઈ ચુકી છે.

અન્ય સમાચારો પણ છે...