લાલબતી સમાન કિસ્સો:ગાંધીધામના ઉદ્યોગપતિ સાથે મિત્રતા કેળવ્યા બાદ 2 કરોડની ખંડણી મગાઇ

ગાંધીધામ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વિદેશમાં ધંધાકીય ઓળખાણ બનાવી ત્રિપુટીએ શીશામાં ઉતારવાની કોશિશ કરી
  • પોદ્દાર ટીએમટીના માલિકે જુનાગઢ, પોબંદર અને મુંબઇના ઇસમો સામે કરી ફોજદારી
  • ત્રણ વર્ષથી ધાકધમકીઓ કરી ત્રાસ આપતા હતા

ગાંધીધામના દુબઇ રહેતા અને ગાંધીધામમાં પણ ઉદ્યોગો ધરાવતા ઉદ્યોગપતિ સાથે ધંધાકીય ઓળખાણ ઉભી કર્યા બાદ ગાંધીધામ પહોંચેલા ઇસમે પોતાના ત્રણ સાથીદારો સાથે મળી બે કરોડની ખંડણી માગી પરંતુ તેમને રકમ આપવાની ના પાડી તો છેલ્લા ત્રણ વર્ષથી વારંવાર ધાકધમકીઓ આપી ત્રાસ આપતા હોવાની ફરિયાદ ઉદ્યોગપતિએ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાવી હતી.

મુળ રાજસ્થાનના હાલે લુણવા ખાતે પોદ્દાર ટીએમટી ફેક્ટરી, પડાણા પાસે સ્ક્રેપ યાર્ડ તેમજ કિડાણા ખાતે પોદ્દાર સ્કુલ ચલાવતા ઉદ્યોગપતિ સંજયકુમાર શ્યામસુંદર પોદ્દાર ( અગ્રવાલ) એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, હાલે તેઓ દુબઇ માં નિયમ અનુસાર છેલ્લા 18 વર્ષથી દુબઇ રહે છે.

વર્ષ-2008-09 માં તેમની પાસે નોકરી કરતા રાજેન્દ્ર લાલજીએ તેના સગા મામા જયસુખલાલ ઉર્ફે જયંતિલાલ લાલજીભાઇ થાનકી જે દુબઇમાં ડ્રાઇવિંગનો ધંધો કરે છે તેમની સાથે ઓળખાણ કરાવી હતી. આ જયસુખલાલે જુનાગઢ કેશોદના ભરત કરશન જરૂ સાથે પરિચય કરાવ્યો હતો અને તેણે પોતે મુંબઇના ઇરાની નામના વ્યક્તિ સાથે મસ્કત ખાંડ અને ચોખાનો વેપાર કરતા હોવાનું જણાવ્યું હતું.

વર્ષ-2019 માં તેમને મસ્કતમાં સ્ક્રેપનો ધંધો ચાલુ કરવો હોઇ ભરત જરૂને વાત કરી હતી પરંતુ કોવિડ-19 અને ત્યારબાદ ભરતે મસ્કતમાં આ ધંધો પડી ભાંગ્યો હોવાનું અને નોકરીની શોધમાં ગાંધીધામ બાજુ જઇ રહ્યા હોવાનું કહ્યું હતું. ત્યારબાદ ગાંધીધામ ખાતે તેમને મળી હાલ નાણાકીય ભીડ છે કહી નાણા માગ્યા હતા પરંતુે તેમણે ના પાડી હતી.

ત્યારબાદ આ લોકોએ સતત ફોન મારફત ફોન પર બદનામ કરવાની ધમકી આપતો હતો. ત્યારબાદ સમાધાન કરવું હોય તો બે કરોડ આપવા જ પડશે નહીં તો નુકશાન પહોંચાડશું તેવી ધમકીઓ આપતો હોવાનું તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું. પીઆઇ એમ.એન.દવેએ વધુ તપાસ હાથ ધરી છે.

ઉદ્યોગપતિના ગાંધીધામ સ્થિત મિત્રને પણ પુરા નાણા ન આપ્યા
પોદ્દાર ગૃપના ઉદ્યોગપતિ સંજયકુમાર પોદ્દારે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, ભરત કરશન જરૂએ દુબઇ ખાતે થયેલી મુલાકાતમાં તેઓ પોતાના ઇરાની નામના ભાગીદાર સાથે મસ્કત ખાતે ખાંડ અને ચોખા મગાવી વેપાર કરતા હોવાનું જણાવતાં તેમણે ગાંધીધામ ખાતે ગુજરાત પ્રોવિઝન સ્ટોર ધરાવતા અને અહીંથી ચોખાની નિકાસ કરવાનો ધંધો કરતા રમેશભાલ ગોયલ પાસેથી ખરીદવા કહ્યું હતું. આ બન્ને ભાગીદારે તેમના મિત્ર પાસેથી ચાર પાંચ વખત ખરીદી કરી પરંતુ તેમને પણ નાણા પૂરા ન આપ્યા હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.

વેપારી નગરી માટે ચીંતાજનક બનાવ, ખંડણીખોરો પર સિંકજો જરૂરી
કચ્છની આર્થિક રાજધાની તરીકે પણ ઓળખાતી ગાંધીધામ વેપારી નગરી છે, વેપાર ઉધોગને વિકસવા મુક્ત વાતાવરણ અને તંદુરસ્ત કાયદો વ્યવસ્થા પ્રાથમિક જરૂરીયાત છે. તેમાં ખંડણીખોરો વેપારીની વેશભુષામાં પગ પેસારો કરવાનો અગાઉ પણ પ્રયાસો કરી ચુક્યા છે ત્યારે જરૂરી પગલાઓ ઉઠાવવા સમયની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...