ભદ્ર સમાજને આંચકો:ઇફ્કો કોલોનીના એપ્રેન્ટીક્સ રૂમમાં ચાલતા જુગારધામ પર દરોડો

ગાંધીધામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલીસે 76 હજાર રોકડ, મોબાઇલ સહિત 1.61 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

ઇફ્કો કોલોનીના એપ્રેન્ટિક્સ રૂમમાં ધમધમતા જુગારધામ ઉપર બાતમીના આધારે દરોડો પાડી બી-ડિવિઝન પોલીસે રૂ.76 હજાર રોકડ અને 10 મોબાઇલ સહિત કુલ રૂ.1.61લાખના મુદ્દામાલ સાથે નાલ ઉઘરાવી ક્લબ ચલાવતા સંચાલક સહિત 10 જુગારીઓને પકડી લીધા હતા.

બી-ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ તનેરાજસિંહ ચૌહાણ અને ભરત ભાટીને સંયુક્ત બાતમી મળી હતી કે, ઇફ્કો કોલોની અંદર ગુરૂકુળમાં એપ્રેન્ટીક્સના20 રૂમો આવેલા છે, જે પૈકી રૂમ નંબર 01 માં રહેતો દિપ શૈલેશભાઇ ઠાકોર નાલ ઉઘરાવી બહારથી ખેલીઓને બોલાવી જુગારધામ ચલાવે છે. વોર઼ટ સાથે ઇફ્કો કોલોની અંદર એપ્રેન્ટિક્સ રૂમમાં દરોડો પાડતા જુગટું રમી રહેલા આ જુગારધામના મુખ્ય સંચાલક દિપ શૈલેશભાઇ ઠાકોર, દિપક દશરથજી ઠાકોર, ચેતનસિંહ વિરેન્દ્રસિંહ ઝાલા, અશોક નારાણભાઇ ચૈયા (આહિર), જીતેન્દ્રસિંહ નટવરસિંહ જાડેજા,સચિન્દ્રસિંગ શ્રીમાતબરસિંગ બુટોલા, સન્મુખરાજુ જીવરત્નમ બસવા, અજયકુમાર ગંગાપ્રસાદ ગુપ્તા, રોહિત કુલદિપ ગુપ્તા અને વિશાલ ઠાકરશી રામાણીને રૂ.76,000 રોકડ તથા 10 મોબાઇલ સહિત કુલ રૂ. 1,61,000 ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા.

ઇફ્કો કોલોનીમાં સંભવત: પ્રથમ વખત આ પ્રકારનો ક્રાઇમ બહાર આવ્યો
સામાન્ય રીતે ઇફ્કો કોલોની અંદર કદાચ અકસ્માતની ઘટના બની હોય તો પણ માંડ બહાર આવતી હોય છે ત્યારે આ કોલોની અંદર ચાલતું જુગારધામ પ્રકાશમાં આવતાં સંભવત: આ કોલોનીમાં આ પ્રકારનો ક્રાઇમ બહાર આવ્યો હોય તેવી પ્રથમ ઘટના હોઇ શકે.

જીઆઇડીસી ઝૂંપડામાં જુગટું રમતા 4 શખ્સ 10 હજાર રોકડ સાથે જબ્બે
ગાંધીધામ જીઆઇડીસી પાણીના ટાંકા પાસે પહોંચેલી બી-ડિવિઝન પોલીસ મથકની ટીમને જીઆઇડીસી રામાપીર મંદિર પાસે સ્ટ્રીટ લાઇટના અજવાળે અમુક ઇસમો જુગટું રમી રહ્યા હોવાની મળેલી બાતમીના આધારે ત્યા઼ દરોડો પાડી ગંજીપાના વડે જુગાર રમી રહેલા મનસુખ કરશનભાઇ બગડા, અજય રમેશભાઇ રાવળ, પરબત અણદાભાઇ મુછડીયા અને નથુભાઇ વેરાભાઇ ગોહિલને રૂ.10,200 રોકડ સાથે પકડી લઇ તેમના વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...