ચોરી:જુની કોર્ટ પાસે વાહનમાંથી 12 હજાર મત્તા સાથેનું પર્સ ચોરાયું

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાણી સપ્લાયરે રોકડ, મોબાઇલ ગુમાવ્યા

ગાંધીધામના જુની કોર્ટ વિસ્તારમાં સોની સમાજવાડી સામે પાણી સપ્લાય કરતા ધંધાર્થીની છોટા હાથી ગાડીમા઼ રાખેલું રુ.12 હજાર માલમત્તા સાથેનું પર્સ ચોરી થયું હોવાની ઘટના એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે. આદિપુરની ટેલિફોન સોસાયટીમાં રહેતા અને ઓફિસોમાં પાણીના સપ્લાયનો ધંધો કરતા 51 વર્ષીય હરેશભાઇ અરવિંદભાઇ ભટ્ટઆજે સવારે સાડા અગિયાર વાગ્યે ગાંધીધામની બજાર વિસ્તારમાં છોટા હાથી ગાડીમા઼ પાણીનો સપ્લાય કરી રહ્યા હતા.

સાડા બાર વાગ્યાના અરસામાં જુની કોર્ટ વિસ્તારમાં સોની સમાજવાડી સામે આવેલા હરિ કૃપા કોમ્પલેક્સ સામે વાહન ઉભું રાખી પાણીની બોટલ મુકવા ગયા હતા. તેઓ પોતાની ગાડી પાસે પરત આવ્યા ત્યારે તેમણે ડ્રાઇવર સીટ બાજુમાં રાખેલું પર્સ અને મોબાઇલ જોવા મળ્યા ન હતા. એ પર્સમાં રૂ.2,000 રોકડ, આધાર કાર્ડ, પાન કાર્ડ ડ્રાઇવીંગ લાયસન્સ તેમજ એટીએમ કાર્ડ હતા.

10 હજારના મોબાઇલ સહિત કુલ રૂ.12,000 ની માલમત્તા ચોરી થઇ હોવાની ફરિયાદ તેમણે એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાવી હતી. પીએસઆઇ એન.પી.ગોસ્વામીએ વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, થોડા સમય પહેલાં જ નગરપાલિકા પાસે પણ પાણી વિતરકની ગાડીમાંથી મોબાઇલની ચોરી થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...