દારૂના વેપલા સામે પોલીસની લાલ આંખ:ગાંધીધામના જવાહરનગરની દુકાનમાંથી દારૂ સાથે શખ્સ ઝડપાયો; રૂ. 36 હજારથી વધુનો મુદ્દામાલ ઝબ્બે

ગાંધીધામ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામનાં જવાહરનગરની એક દુકાનમાંથી દારૂનાં જથ્થા સાથે એ-ડીવીઝન પોલીસે શખ્સને દબોચી લીધો હતો. આ અંગે પોલીસનાં સત્તાવાર સાધનો પાસેથી મળતી માહિતી મુજબ એ-ડીવીઝન પોલીસ સ્ટાફની ટીમને બાતમી મળેલ કે, ગુરભેજસિંહ હરદેવસિંગ જટ જવાહરનગર નાયરા પેટ્રોલપંપની બાજુમાં સર્વિસ રોડ પાસે શ્યામ મોટર્સ રીપેરીંગ વર્કસ નામની દુકાનમાં ગેરકાયદેસર અંગ્રેજી દારૂનો બોટલો રાખી દારૂનો વેચાણનો વેપાર કરે છે.

36 હજારના મુદ્દામાલ સાથે એક ઝડપાયો
આ બાતમીના આધારે દરોડો પાડી દુકાનમાંથી અલગ-અલગ બ્રાન્ડની દારૂની બોટલો નંગ 72, જેની કિંમત રૂપિયા 36 હજાર 180 સાથે આરોપી ગુરભેજસિંગ હરદેવસિંગ જટને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરાઈ છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સપેક્ટર એ.બી. પટેલ સહિત ગાંધીધામ એ ડીવીઝન પોલીસ સ્ટાફ જોડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...