કાર્યવાહી:મોટર રિપેરિંગ સાથે દારૂનો વેપલો કરતો શખ્સ 36 હજારના દારૂ સાથે ઝડપાયો

ગાંધીધામ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામમાં બે દરોડામાં 67 હજારનો શરાબ ઝડપાયો, 1 આરોપી પકડાયો
  • સપનાનગરમાં કારમાંથી 31 હજારનો દારૂ ઝડપાયો, આરોપી સામે ગુનો નોંધાયો

ગાંધીધામ નજીક જવાહરનગર પાસે આવેલી દુકાનમાં મોટર્સ રિપેરિંગ સાથે દારૂનો વેપલો કરી રહેલા ઇસમને એ-ડિવિઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી રૂ.36 હજારની કિંમતના વિદેશી દારૂ સાથે પકડી લઇ ગુનો નોંધ્યો હતો.તો સપનાનગરમા઼ પેટ્રોલીંગ કરી રહેલી બી-ડિવિઝન પોલીસે કારમાંથી 31 હજારનો દારૂ ઝડપી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી હતી. ગુરભેજસિંગ હરદેવસિંગ જાટ (શીખ) જવાહરનગર પાસે આવેલા નાયરા પેટ્રોલપમ્પની બાજુમાં સર્વિસ રોડ પર આવેલી શ્યામ મોટર્સ રિપેરિંગ વર્ક્સ નામની દુકાનમાં ગેરકાયદેસર રીતે વિદેશી શરાબ રાખી વેંચાણ કરે છે.

આ બાતમીના આધારે તે દુકાનમાં દરોડો પાડી દુકાનમાં રેલા સેટી પલંગમાં રાખેલી રૂ.36,180 ની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 72 બોટલ મળી આવતાં આરોપી ગુરભેજસિંગની અટક કરી તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી. તો પીઆઇ એમ.એન.દવેએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે સપનાનગરના મકાન ન઼બર 248 બહાર પાર્ક થયેલી અલ્ટો કારનું ચેકીંગ કરતાં તેમાંથી રૂ.31,610 ની કિંમતના વિદેશી શરાબની 77 બોટલ મળી આવતાં અલ્ટો કાર સહિત કુલ રૂ.1,11,610 નો મુદ્દામાલ કબજે કરી હાજર નહીં મળેલા આરોપી ઇન્દ્રગીરી કિશોરગીરી ગોસ્વામી વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી

અન્ય સમાચારો પણ છે...