ફાઈલારીયા(હાથીપગો) મુક્ત અભિયાન અંતર્ગત ગાંધીધામ તાલુકાના પડાણા સતત પાંચ વર્ષ સુધી અને 4-5 વાડી આદિપુરમા ચાલુ વર્ષ દરમિયાન નાઈટ સર્વેનુ આયોજન કરવામા આવનાર છે.ફાઈલારીયા(હાથીપગો) એ ગંદા પાણીમા થતા ક્યુલેક્સ ચેપી મચ્છરના કરડવાથી થાય છે.આ રોગ વુચેરીયા બેન્ક્રેફ્ટાઈ નામના કૃમિને કારણે થાય છે, અને કોઈ પણ ઉમર મા થઈ શકે છે. લસિકા ગ્રથી નો રોગ હોઈ હાથ,પગમા સોજા,વૃષણ કોથળી મા સોજા(હાઈડ્રોસીલ),સ્તન મા સોજા વગેરે થાય છે.દરિયાઈ વિસ્તાર મા વધારે કેસો જોવા મળે છે.
આ આયોજન અંતર્ગત 22/12ના પડાણાના સબસેન્ટર વિસ્તાર,ગેબનશા પીર,સોસાયટી, રબારીવાસ, મુસ્લિમ વાસ,જરૂ વાસ, દરબાર વાસ, હરિઓમ નગર અને 24/12ના આદિપુરની ચાર અને પાંચ વાડી વિસ્તારમા કુલ 8 ટીમના 24 જેટલા સભ્યો સાથે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. દિનેશ સુતરીયા મોનીટરીંગ કરીને 300 સેમ્પલ એક દિવસમાં લેશે.
માણસ નિષ્ક્રિય ત્યારેજ જીવાણુ સક્રિય, એટલે રાત્રીના જ સેમ્પલ લેવાય છે
આ મચ્છરજન્ય રોગના જીવાણુઓ રાત્રે જ લોહીમા માણસ જ્યારે નિષ્ક્રિય હોય ત્યારે બહાર આવે છે, એટલે લોહીના સેમ્પલો રાત્રે 9-10 વાગ્યા પછી લેવા હિતાવહ છે. આ અંગેની સર્વે ટીમની ટ્રેઈનીગ નુ આયોજન આદિપુર અર્બન હેલ્થ સેન્ટર ખાતે કરવામા આવ્યુ હતું. તાલુકા હેલ્થ ઓફિસર એ સર્વેલન્સમા લોકો અને પદાધિકારીઓ, સામાજિક આગેવાનો મદદરૂપ થાય એવી અપીલ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.