અબજનુ દેણુ ચડ્યુ:પાણી વ્યવસ્થાપન મુદ્દે નવી નીતિ જરૂરી

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા પાસે ચાર્જ કરાતા 10 રુપીયા પ્રતિ એક હજાર લિટરના દરને ઘટાડવા મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવી રજૂઆત
  • હાલ ગાંધીધામ માટે 35એમએલડીની સપ્લાય, સામે 70ની વર્ષો જૂની માંગ

ગાંધીધામને હાલ ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્ક્ટચર લિમિટેડ દ્વારા 35 એમએલડી પાણી પુરવઠો રોજ ફાળવવામાં આવે છે. જેની સામે ઓલમોસ્ટ ડબલ પુરવઠાની માંગ પાલિકા કરતી રહી છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી અધધધ..રુપે વધેલા પાણી સપ્લાય કરવાના હિસાબ અંગેનો પ્રશ્ન અલગ રૂપે મુખ્યમંત્રી સમક્ષ ઉડાવવામાં આવ્યો હતો.

ગાંધીધામ શહેરની સ્થાપના થઈ ત્યારે જુજ લોકોની વસ્તી અહીં હતી, ત્યારે લોકોના જીવન માટે જરૂરી એવી પાણી સપ્લાયની સુવિધા પૂર્ણ કરવા માટે હાલ પણ સરકારને ભારે સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ત્યારે ગાંધીધામના સાપેક્ષમાં વાત કરતા હાલ દૈનિક ધોરણે 35 એમએલડી પાણીનો સપ્લાય કરતા હોવાનું જાણવા મળ્યું હતું. આવશ્યકતા વધવાથી પરિણામ સ્વરૂપ લોકોને ને વધુ સ્પલાય આપવાની વારંવાર સબંધિત વિભાગને જાણ કર્યા બાદ પણ હજ સુધી એ અંગે કોઇ ગંભીર ગતિવિધી તેજ થતી જોવા મળતી નથી.

દૈનિક ધોરણે 35 એમએલડી પાણીનો સપ્લાય કરતા હોવાનું જાણવા મળ્યું
અગાઉ પાણી પુરવઠા બોર્ડ નગરપાલિકાઓને પાણી આપતું હતું, જેમાં આંશિક પરિવર્તન ગત વર્ષ કરાયા બાદ ગત કેટલાક વર્ષોથી ગુજરાત વોટર ઈન્ફ્ર્સ્ટ્રકચર લિમિટેડ દ્વારા શહેરભરને પાણી પુરુ પાડી રહ્યું છે. ગાંધીધામના વધતા વ્યાપ્ત અને વધી રહેલા માળખાને ધ્યાને રાખીને 70 એમએલડીની માંગ સામે રખાઈ હતી. ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્ક્ટચર લીમીટેડ (જીડબ્યુઆઈએલ) દ્વારા પાણી સપ્લાય સામે નગરપાલિકાઓ પાસેથી પ્રતિ એક હજાર લીટર10 રુપિયા લેવામાં આવે છે. તો ગ્રામ્ય વિસ્તારોમાં આ આંકડો માત્ર 2 રૂપીયાનો છે. આવીજ રીતે કોમર્શીયલ કે ખાનગી પાણી જોડાણમાં આજ આંકડો વધીને 56 થઈ જાય છે.

આંકડો 1 અબજ સુધી પહોંચી ગયો છે
તાજેતરમાં મુખ્યમંત્રી સમક્ષ યોજાયેલી બેઠકમાં પાણી પુરવઠા માટે જે બીલ ફાળવાય છે તે સમયની માંગ અને વર્તમાન સામાજિક, ભૌગોલિક પરિસ્થિતિઓ અંગે ધ્યાન દોરીને પ્રજાજનોને પાણી આપતી પાલિકાઓના લેવાતા પ્રતિ એક હજાર લિટર 10 રુપીયાને ઘટાડવા રજૂઆત કરાઈ હતી. નોંધવું રહ્યું કે ગાંધીધામ નગરપાલિકા દ્વારા જ પાણી સપ્લાયનો જે તે વિભાગને આપવાનો આંકડો 1 અબજ સુધી પહોંચી ગયો છે. જોકે, તે સરકાર હસ્તકની બાબત હોવાથી તેને તે સ્તરેજ લેવાનો સુર ઉઠવા પામ્યો હતો.

મહતમ લોકોએ BSNL ની જેમ, પીવાના પાણી માટેની ઉમ્મીદ મુકી દીધી
ગાંધીધામમાં ઘણા ઓછા વિસ્તારોમાં પિવા માટેના પાણી તરીકે નગરપાલિકા દ્વારા સપ્લાય પાણીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અહી સુધી કે ખુદ નગરપાલિકાના કચેરીમાં પણ મિનરલ વોટરના કેરબા આવતા જોવા મળે છે. મહતમ લોકોએ બોરના પાણી કે મિનરલ બોટરની ટાંકી પોતાના ઘરે રાખી દીધો છે. નોંધવું રહ્યું કે, લોકો બીએસએનએલ મુકીને ખાનગી ઓપરેટરો સાથે જોડાયા છે.

અન્ય સમાચારો પણ છે...