નખત્રાણા તાલુકાના વજીરાવાંઢની સીમમાં 21 વર્ષીય યુવાને માનસિક વિચલિતતામાં તો, ભચાઉ તાલુકાના કંથકોટ 65 વર્ષીય વૃધ્ધ મહિલાએ માનસિક બીમારીથી કંગાળીને ઝાડ પર ફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારજનોમાં ગમગીની છવાઇ જવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ નખત્રાણા તાલુકાના વજીરાવાંઢ ખાતે રહેતા 21 વર્ષીય ઇશાક મુસા જત નામના યુવક બે દિવસ પૂર્વે ઘરેથી કોઇને કહયા વગર નીકળી ગયો હતો. પરિવારજનોએ સોધખોળ કર્યા બાદ મંગળવારે ગામની સીમમાં આવેલા ઝાડમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. નરા પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ પીએસઆઇ એમ.કે.ખાંભડએ હાથ ધરી હતી.
તપાસનીશએ જણાવ્યું હતું કે, મૃતક માનસિક રીતે અસ્વસ્થ હતો. અને ઘરેથી ક્યા વગર નીકળી ગયો હતો. આપઘાત કરવા પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. તો, બીજીતરફ ભચાઉ તાલુકાના કંથકોટ રહેતા 65 વર્ષીય મરઘાબેન કેશાભાઇ કોલીએ સોમવારે સવારે 11 થી 1:30 વાગ્યા દરમિયાન કંથકોટ ગામની સીમમાં મોમાઇ માતા મંદીર તરફ જતા રસ્તા પર પીલુડીના ઝાડમાં દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઇ લઇ અંતિમ પગલું ભરી લીધું હતું.
તેમનો મૃતદેહ લાકડીયા સીએચસીમાં લઇ આવનાર કાનજીભાઇ કેશાભાઇ કોલીએ મૃતક માનસિક બિમાર રહેતા હોઇ આ પગલું ભરી લીધું હોવાનું જણાવતાં આ બાબતે સામખિયાળી પોલીસને જાણ કરાઇ હતી. પીએસઆઇ એન.કે.ચૌધરીએ વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.