પૂર્વ કચ્છ એસઓજી પોલીસની ટીમે બાતમીનાં આધારે વરસામેડી ખાતે છાપો મારીને પોષ ડોડાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો.
ગાંધીધામ એસઓજીની ટીમને ખાનગી રીતે બાતમી મળી
આ અંગેની મળતી માહિતી મુજબ પૂર્વકચ્છ ગાંધીધામ એસઓજી પોલીસની ટીમને ખાનગી રીતે બાતમી મળી હતી કે, દિપક ઓમપ્રકાશ તનવાણી નામનાં ઈસમે પોતાનાં કબ્જા ભોગવટાનાં શાંતિધામ પ્લોટ નં.126-127 અંબાજીનગર 08, તા. અંજારવાળા મકાનમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ પોષડોડા રાખી વેચાણની પ્રવૃતિ કરે છે. જેના આધારે પોલીસે છાપો માર્યો હતો અને દિપક ઓમપ્રકાશ તનવાણી દબોચી લીધો હતો. પોલીસને તેનાં ઘરમાંથી માદક પદાર્થ ભરેલ કોથળા નંગ-5 તથા તેની શિફ્ટ કારમાંથી માદક પદાર્થ ભરેલ કોથળા નંગ 3 એમ કુલ 8 કોથળામાંથી પોષડોડા વજન 169.260 કિ.ગ્રામ જેની કિંમત 5,07, 780 જેટલી થવા જાય છે.
એનડીપીએસ ધારાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
આ કાર્યવાહીમાં પોષડોડા, શિફ્ટ કાર, ઈલેકટ્રીક વજન કાંટો, મોબાઈલ ફોન નંગ 2, પ્લાસ્ટીકની પારદર્શક કોથળી, આધારકાર્ડ સહિત કુલ રૂપિયા 10,15,280નો મુદામાલ કબ્જે કરાયો હતો. પોલીસે આરોપીની અટકાયત કરીને અંજાર પોલીસ મથકે હવાલે કરતા પોલીસે તેના વિરૂધ્ધ એનડીપીએસ ધારાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં એસ.ઓ.જી. પી.આઈ. એસ.એસ.દેસાઈ તથા પો.સબ.ઈન્સ જી.કે.વહુનીયા તથા એસ.ઓ.જી સ્ટાફ જોડાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.