SOG પોલીસની કામગીરી:ગાંધીધામ-ભચાઉ રોડ પરથી ગેરકાયદેસર ખાતરના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પડ્યો

ગાંધીધામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામ-ભચાઉ સર્વિસ રોડ પરથી ગેરકાયદેસર ખાતરનું વેચાણ કરતા શખ્સને પોલીસે પકડી પાડ્યો હતો. આ અંગે પોલીસનાં સત્તાવાર સાધનો પાસેથી મળતી માહિતી મુજબ એસ.ઓ.જીની ટીમે બાતમીનાં આધારે ગાંધીધામથી ભચાઉ તરફ જતાં સર્વિસ રોડ પર આવેલ હોટલ શમા પાર્કિંગમાં આવેલ સી.ટી.સી. ટ્રાન્સપોર્ટની ઓફિસ પાસે હિરાલાલ કોજારામ ગોદારા પાસેથી એક ટ્રેલર મળી આવ્યું હતું.

જેની તપાસ કરતા આધાર પુરાવા વગરનો સંગ્રહ કરેલ 41.370 ટન લુઝ ડી.એ.પી. ફર્ટીલાઈઝ ખાતર મળી આવતા તેને પકડી પાડી તેના પાસેથી રૂપિયા 4,96,440નું ખાતર, ટ્રેલર સહિત કુલ રૂપિયા 24,96,440નો મુદામાલ કબ્જે કરી તેના વિરૂધ્ધ એ-ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. આ કામગીરીમાં એસ.ઓ.જી પોલીસ ઇન્સપેક્ટર એસ.એન.ગડુ તથા પોલીસ સબ ઇન્સપેક્ટર એમ.એમ. ઝાલા તેમજ એસ.ઓ.જી. સ્ટાફ જોડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...