ગાંધીધામનાં ખોડીયારનગરમાં ચાઈનીઝ દોરાની 17 ફીરકી સાથે શખ્સને પોલીસે પકડી પાડ્યો હતો. આ અંગે મળતી માહિતી મુજબ એસ.ઓ.જીની ટીમે ખોડીયારનગરમાં 10,200 કિંમતની 17 ચાઈનીઝ દોરીની ફિરકી સાથે સુનિલ કિશન દેવીપુજકને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, ચાઈનીઝ માંજા પર પ્રતિબંધ હોવા છતાં માર્કેટમાં તે આરામથી મળી રહ્યાં છે. ત્યારે આ વર્ષે પ્રશાસને કડક વલણ અપનાવીને તેના પર અંકુશને વધુ શન્ન કરવા કમર કસી છે.
પૂર્વ કચ્છ પોલીસે જાહેર અપીલ કરતાં જણાવ્યુ કે, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા ચાઈનીઝ માંઝા અને તુક્કલ પર પ્રતિબંધ મુકાયો છે. તે વ્યક્તિઓ અને પક્ષીઓ માટે ખુબ જ જોખમી છે. જેથી તેનો ઉપયોગ કરવો સજાપાત્ર ગુનો બને છે. જો કોઈ આનુ ઉત્પાદન, વેંચાણ કે ઉપયોગ કરતા જણાય તો પોલીસ કંટ્રોલ નં. 02836-280287 અથવા 100 કે નજીકના પોલીસ મથકમાં જાણ કરવા જણાવ્યુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.