ગાંધીધામ શહેરનાં ચાવલા ચોક વિસ્તારમાં એક જણાએ યુવતીની બદ ઇરાદે છેડતી કર્યા બાદ તે યુવતીને બચાવવા વચ્ચે આવેલા વકીલને ચાર જણા માર મારી ભાગી ગયા હોવાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે.
આરોપી યુવતીની છેડતી કરતા હતા
ગાંધીધામ શહેરનાં ચાવલા ચોક શિવ મંદિર ઝૂંપડા વિસ્તારમાં એક જણાએ યુવતીની બદ ઇરાદે છેડતી કર્યા બાદ તે યુવતીને બચાવવા વચ્ચે આવેલા વકીલને ચાર જણા માર મારી ભાગી ગયા હોવાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે. આ સમગ્ર ઘટનામાં ભોગ બનનાર યુવતીએ નોંધાવેલી ફરિયાદને ટાંકી એ ડિવિઝન પોલીસે આપેલી વિગતો મુજબ, તારીખ 26 જુલાઈના રાત્રે તે ઘરનો કચરો નાખવા ઘરની બહાર નિકળી હતી. તે દરમિયાન એક અજાણ્યા ઇસમે તેને પાછળથી પકડી લેતાં તે ગભરાઇને પોતાને છોડાવવાની કોશિશ કરી હતી. જેમાં તેનો ડ્રેસ ફાટી ગયો હતો.
વકીલ જોઈ જતા જ યુવતીને બચાવવા ભાગ્યાં
તે પોતાની જાતને બચાવી રહી હતી તે દરમિયાન તેમના પરિવારના ઓળખિતા વકીલ શશીભાઇ ચૌધરી ત્યાં આવી પહોંચતાં એ યુવક પ્લોટ નંબર છની ઓરડી તરફ ગયો હતો. ત્યારબાદએ ઓરડીમાંથી ધર્મેન્દ્રસિંહ સાથે ત્રણ અજાણ્યા ઇસમો બહાર આવ્યા હતા અને વકીલ શશીભાઇને માર મારવા લાગ્યા હતા. બૂમાબૂમ થતાં યુવતીનો પરિવાર અને અડોશ પડોશ આવી જતાં આ ચારે જણા ભાગી ગયા હતા. તેમણે આ બાબતે એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.