ગાંધીધામ અને આદિપુર સંકુલમાં વધી રહેલી બાઇક ચોરીની ઘટનાઓ સામે પોલીસ ભેદ પણ ઉકેલે છે પરંતુ સામે વાહન ચોરી નોંધાવવાનો સિલસિલો ચાલુ પણ રહે છે તેવો તાલ છે, તેની વચ્ચે આદિપુર પોલીસે ચોરાઉ બાઇક અને એક્ટિવા સાથે એક ઇસમને પકડી લઇ બે ઘટનાનો ભેદ ઉકેલી લીધો હતો.
આદિપુર પીએસઆઇ બી.વી.ચુડાસમાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન તેમને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોકેટ કોપની મદદથી કિડાણાની જગદંબા સોસાયટીમાં રહેતા હેતુભા મહોબતસિંહ વાઘેલાને ચોરાઉ રૂ.20,000 ની કિંમતનું એક્ટિવા તથા રૂ.15,000 ની કિંમતની બાઇક સાથે પકડી લીધો હતો.
બાઇક તા.8/1 ના રોજ દિવસ દરમિયાન આદિપુર બસ સ્ટેશન પાસેથી ઉપડ્યું હતું અને એક્ટિવા આદિપુર શાક માર્કેટ પાસેથી તા.19/12 ના સાંજના ભાગે ચોરી થયું હોવાનું પીએસઆઇએ જણાવ્યું હતું. આ કામગીરીમાં પીએસઆઇ સાથે એએસઆઇ સંગીતા સાલિયા, હેડકોન્સ્ટેબલ વનરાજસિંહ દેવલ, ધર્મેન્દ્રસિંહ સોઢા, વિક્રમસિંહ હડિયોલ, દિનેશ પરમાર, રાજુ મકવાણા, ભરતભાઇ કાનગડ, કોન્સ્ટેબલ હરદેવસિંહ ચુડાસમા, જયદિપસિંહ ઝાલા અને મહેશભાઇ ઘોઘળ જોડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.