ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને અમદાવાદ મેનેજમેન્ટ એસો. દ્વારા નિકાસના ઈચ્છુકો માટે સેમીનારનું આયોજન કરાયું હતું, જેમાં એક્સપોર્ટ બીઝનેસના નિષ્ણાંત અંકિત મજમુદારે કહ્યું કે વિશ્વના 200થી વધારે દેશોના વિશાળ માર્કેટમાં હજારો વિવિધ પ્રોડક્ટો અપાર બજાર તૈયાર છે.
વિશ્વના બજારમાં ભારતની નિકાસ 400 અબજ ડોલરને પાર કરી ગઈ છે અને વધતી જાય છે ત્યારે નિકાસકારો અને એક્સપોર્ટ ક્ષેત્રના નવાંગુતો માટે યોજાયેલા સેમિનારમાં તજજ્ઞ મજમુદારે કચ્છનો વિશ્વ પ્રસિદ્ધ હેન્ડીક્રાફ્ટ, હેન્ડલુમ ઉધોગ ક્ષેત્રે જેટલું હોવું જોઇએ એટલું એક્સપોર્ટ ન થઈ રહ્યું હોવાનું જણાવીને તે અંગે જાગૃતતા ફેલાવતા કાર્યક્રમો થવા જોઇએ તેમ જણાવ્યું હતું. ચેમ્બર મંત્રી મહેશ તિર્થાણીએ ભવિષ્યમાં પણ આવા આયોજનો કરાતા રહેશે તેમ જણાવીને આભાર વ્યક્ત કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.