ગાંધીધામ-આદિપુરને જોડતા ટાગોર રોડ પર આમ પણ બેફામ ગતિએ થતા વાહન વ્યવહારને કારણે અનેક નાના મોટા અકસ્માતો સર્જાય છે તેમાં આજે જે રોટરી સર્કલ પાસે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીની શરૂઆત કરાઇ તેનાથી માત્ર 200 મીટર દૂર જ બેફામ ગતીએ જણા ડમ્પર અડફેટે સાઇકલ પર સ્કુલે જતી 11 વર્ષની નાની બાળકીને ઇજાઓ પહોંચી હોવાની ઘટના બની હતી ત્યારે જો સાચી માર્ગ સપ્તાહની ઉજવણી બેફામ દોડતા ભારે વાહનો પર લગામ લાગે તે જ માર્ગ સલામતી સપ્તાહની સાચી ઉજવણી ગણાશે.
આ ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ, આજે રોટરી સર્કલ પાસે પોલીસ વિભાગ અને આરટીઓ વિભાગ દ્વારા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીની શરૂઆત કરવામાં આવી આ કાર્યક્રમ યોજાયો તેનાથી માત્ર 200 મીટર દુર ડમ્પર ચાલકે સાઇકલ પર જઇ રહેલી 11 વર્ષીય અયાચિતા શ્યામ બહાદુરને અડફેટે લેતાં સાઇકલનો ડૂચો વળી ગયો હતો. જો કે સદ્દભાગ્યે આ ગંભીર અકસ્માતમાં અયાચીતાના બન્ને પગમાં ફ્રેક્ચર સહીતની ઇજા પહોંચી હતી અને જીવ બચી ગયો હતો.
ઇજાગ્રસ્ત બાળકીને 108 મારફત સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાઇ હતી. સવાલ એ છે કે પોલીસ વિભાગ અને આરટીઓ તંત્ર દ્વારા માર્ગ સલામતિ ઉજવણી દર વર્ષે કરાય છે પરંતુ નિયમોને નેવે મુકીને વાહનો દોડાવતા સંચાલકો સામે જો કડક કાર્યવાહી કરવામાં આવે તો તે માર્ગ સલામતીની ઉજવણી જ ગણાશે કારણ કે વાહન ચાલકોની બેદરકારીને કારણે ખાસ કરીને ટાગોર રોડ પર અનેક નાના મોટા અકસમાતો સર્જાતા રહે છે.
રોટરી સર્કલબની રહ્યું છે અકસ્માત ઝોન
24 કલાક ધમધમતા રહેતા ટાગોર રોડ પર આવેલા રોટરી સર્કલ પર અંજાર, આદિપુર અને ગાંધીધામ તરફથી વાહન વ્યવહાર અવિરત ચાલુ જ રહે છે. આ રોડ પર ગતિ મર્યાદા માટે જાહેરનામું પણ બહાર પડાયું છે પણ આ જાહેરનામાને વાહન ચાલકો ઘોળીને પી ગયા હોય તેમ ગતિ ઉપર મર્યાદા જાળવતા નથી અને એટલે જ અહીં અકસ્માતોની ઘટનાઓ બને છે.
ડમ્પર ચાલકો દ્વારાથતો નિયમોનો ભંગ
ગાંધીધામ-આદિપુરને જોડતા આ ટાગોર રોડ પર ખાસ કરીને રોટરી સર્કલ પાસે દિવસમાં અનેક એવા ડમ્પરો પસાર થાય છે જેમાં તમામ નિયમોનો ભંગ થતો હોવાનું દેખાય છે. તાલપત્રી બાંધવી ફરજિયાત હોવા છતાં માટી ભરેલા ડમ્પરો તાલપત્રી બાંધ્યા વગર હેરફેર કરે છે, રિફ્લેક્ટ લગાડવામાં આવતા નથી, ઘણા ચાલકો તો લાયસન્સ વગર જ હ઼કારતા હોવાની ફરિયાદો પણ ઉઠી ચુકી છે તેમાં ગતિ મર્યાદા જળવાતી નથી એટલે તમામ નિયમોનો છેદ ઉડાડી આ રોડ પર વાહન વ્યવહાર થઇ રહ્યો છે તેના સામે કડક કાર્યવાહી કરવી જરૂરી હોવાનો સૂર પણ અગાઉ ઉઠી ચૂક્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.