દુર્ઘટના:ફ્રી-ટ્રેડ ઝોનની કંપનીમાં ભભૂકેલી આગથી લાખોનો સામાન ખાક

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઝોનમાં આવેલી આ કંપનીએ કહ્યું કે કારણ નથી ખબર

કંડલા ફ્રી-ટ્રેડ ઝોનખાતે આવેલી ગોકુલ ઓવરસિસ કંપનીના વેરહાઉસમાં તા.31/8 ના પરોઢે ભભૂકેલી આગમાં લાખોનું નુકશાન પહોંચ્યું હોવાનો અંદાજ લગાવાઇ રહ્યો છે, કારણ જાણવા ન મળ્યું હોવાનું જણાવી કંપનીના જનરલ મેનેજરે બી-ડિવિઝન પોલીસ મથકે જાણવા જોગ નોંધાવી હતી. ઘટના બાદ કંપની દ્વારા રિપોર્ટ આપવામાં થયેલા વિલંબથી પણ પ્રશ્ન ઉભા થયા હતા.

આદિપુરમાં રહેતા અને કંડલા ફ્રી-ટ્રેડ ઝોનમાં આવેલી ગોકુલ ઓવરસિસ કંપનીમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા 47 વર્ષીય ઘનશ્યામભાઇ ચંદુભાઇ પટેલે પોલીસને આપેલી વિગતોમાં જણાવ્યું હતું કે, તા.31/8 ના સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં તેઓ ઘરે હતા ત્યારે કંપનીના સિક્યુરિટી હેડ અજિતસિંહે ફોન કરી જાણ કરી હતી કે આપણી કંપનીના વેરહાઉસમાંથી ધૂમાડાના ગોટે ગોટા નિકળી રહ્યા છે. આ જાણ થતાં જ તેઓ કંપનીના વેરહાઉસ પહોંચી ગયા હતા અને જોયું તો આગ ભભુકેલી હતી. આ બાબતે જાણ કરતાં કંપનીની ફાયર ટીમ, એસીઝેડ ફાયર ફાઇટર ટીમે આગ ઉપર કાબુ લીધો હતો.

તપાસ કરતાં આ આગને કારણે વેરહાઉસમાં રાખેલા કેબલના બંડલો, પ્લાસ્ટિકના દાણા ભરેલા થેલાઓ, મશિનરી ખાક થઇ હતી. તો આ વેરહાઉસમાં રાખેલો બીજી કંપનીઓનો માલ સામાન બોક્સ બનાવવાની મશીનરી, પ્રોજેક્ટ કાર્ગોની સોપારી પ્લાસ્ટિક ગ્રેન્ડીંગ, ઓપ્ટિકલ ફાયબર કેબલ પણ આગમાં ભષ્મીભુત થયો હતો. આ આગને કારણે મોટું નુકશાન પહોંચ્યું હોવાનું જણાવવાની સાથે આગ કયા કારણોસર લાગી તે જાણવા ન મળ્યું હોવાનું પણ તેમણે પોલીસને કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...