ક્રાઇમ:પલાંસવામાં કારમાંથી 57 હજારના દારૂ સાથે પિતા-બે પુત્ર ઝડપાયા

ગાંધીધામ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાર અને મોબાઇલ સહિત 4.62 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

રાપર તાલુકાના પલાંસવામાં કારમાં રૂ.57 હજારનો દારૂ રાખી નીકળવાની પેરવી કરી રહેલા પિતા અને બે પુત્રોને આડેસર પોલીસે પકડી લઇ કાર તથા મોબાઇલ સહિત કુલ રૂ.4.62 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી કરી હતી.

આડેસર પીએસઆઇ બી.જી.રાવલે જણાવ્યું હતું કે, મોડી રાત્રે પેટ્રોલિંગ દરમિયાન તેમને બાતમી મળી હતી કે, પલાંસવાના નરેન્દ્ર ગણેશભાઇ રાજપુત, જગદિશ ગણેશભાઇ રાજપુત અને ગણેશભાઇ ભવાનભાઇ રાજપુતપોતાની કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને લઇ આવ્યા છે જેઓ પોતાના ઘર પાસે જ ઉભા છે.

આ બાતમીના આધારે તેમના ઘર પાસે પહોંચી જઇ દરોડો પાડતાં કારમાંથી રૂ.40,200 ની કિંમતના વિદેશી શરાબની 402 180 એમએલની બોટલો અને ટેટ્રા પેક તથા રૂ.16,800 ની કિંમતના બિયરના 168 ટીન મળી કુલ રૂ.57,000 નો દારૂ બિયરનો જથ્થો મળી આવતાં પિતા અને બે પુત્રની અટક કરી કાયદેસર કાર્યવાહી કરી હોવાનું તેમણે જણાવ્યું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આજે બે પુત્રો અને પિતા દારૂ સાથે ઝડપાયા છે અગાઉ તેમનો ત્રીજો પુત્ર પણ દારૂના કેસમાં અંદર હતો.

અન્ય સમાચારો પણ છે...