ગણેશ વિસર્જન:મૂર્તિ વિસર્જન માટે જળાશયો પાસે જાણે મેળો !,  સ્થિતિ પર કાબૂ લેવા પોલીસ બોલાવાઇ

ગાંધીધામ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આસપાસના વિસ્તારોમાં પીવા માટે પાણીનો સપ્લાય થતો હોવાથી પ્રદુષણની ભીતી
  • શિણાય ડેમમાં વિસર્જન ન કરવા સરપંચની અપીલ
  • ડેમ આસપાસના તેમજ તાલુકાના અન્ય તલાવડી સહિતના વિસ્તારોમાં પણ ભાવિકોની ભીડ ઉમટી

ગાંધીધામના એકમાત્ર શિણાય ડેમમાં તાજેતરમાં નર્મદાના નીરથી ભરવામાં આવ્યો છે ત્યારે તેમાં પ્રતિમા વિસર્જન ન કરવા માટેની અપીલ શિણાયના સરપંચ દ્વારા કરાઈ હતી, પરંતુ તે છતાં મોટી સંખ્યામાં લોકો ઉમટતા પોલીસને બોલાવવાની ફરજ પડી હોવાનું જાણવા મળે છે.

ઉમંગ અને ઉત્સાહ પુર્વક ચાલી રહેલા ગણેશ ઉત્સવમાં પ્રતિમા વિસર્જન શિણાય ડેમમાં ન કરવા માટેની અપીલ ગામના સરપંચ દિપકભાઈ સોરઠીયાએ કરી હતી. પરંતુ ત્યારબાદ પણ મોટી સંખ્યામાં વિસર્જન માટે લોકો ઉમટતા પોલીસ પણ બોલાવાઈ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. આ સીવાય ડેમ આસપાસજ ભેડીયા અને પાલિકાની ગાર્બેજ સાઈટ પાસેના તલાવડીમાં પણ વિસર્જન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. તાલુકાના જળસંગ્રહો પાસે મોટી સંખ્યામાં લોકો ઉમટયા હતા.

કંડલાના કિનારે ગણેશ વિસર્જન માટે જમાવડો, પોર્ટે વિશેષ વ્યવસ્થાઓ કરી
દીનદયાલ પોર્ટ પાસે ગણેશ વિસર્જન માટે મોટી સંખ્યામાં લોકો ગત રોજ ઉમટી પડ્યા હતા. સ્થાનિક સંસ્કૃતિથી અપરીચીત અધિકારીઓ દ્વારા અગાઉ કરાયેલા ઓર્ડરથી વર્ષો જુની વ્યવસ્થા પર ઉભી થયેલી સમસ્યાનો ચેરમેનના હસ્તક્ષેપથી નિવેડો લવાયા બાદ, વિસર્જન માટે આવતા ભાવિકોની ધાર્મિક આસ્થાને ધ્યાનમાં રાખીને તેમની સગવડ માટે એરીયામાં ફ્લડ લાઈટ સહિતની વ્યવસ્થાઓ પોર્ટ દ્વારા અતીરીક્ત રુપે કરાઈ હતી. બીજી તરફ પોર્ટ કોલોની ગોપાલપુરીમાં 1975થી થતા શ્રી ગણેશ પુજા મહોત્સવમાં ડે. ચેરમેન નંદીશ શુક્લા પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કમિટિના વડા ક્રિશ્ના રાવએ કાર્યક્રમ સ્થળ પર એક સેટઅપ માટે રજુઆત કરી હતી. જે અંગે ડે. ચેરમેનએ યોગ્ય સહયોગ કરવાની ખાત્રી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...