બેકાબુ કાર નાળામાં ગરકાવ:ગાંધીધામના ઓમ સિનેમા નજીક કારચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો; ચાની કેબિન અને કાર પડ્યા નાળામાં

ગાંધીધામ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામમાં રોજબરોજ અકસ્માતના નાના મોટા બનાવો બનતા જ રહે છે. જેમાં કોઈ બનાવ પોલીસ ચોપડે ચડે તો કોઈ નથી ચડતા. ત્યારે ગાંધીધામમાં આજે વધુ એક વિચિત્ર અકસ્માત થયો હતો. જેમાં ગાંધીધામ-આદિપુર વચ્ચે આવેલ ઓમ સિનેમા સામેના ભાગમાં ચા ની કેબીન આવેલી છે. જ્યાં એક ટીયાગો કારચાલકે સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવતા કેબીનને હડફેટે લીધી હતી. જેના કારણે કેબીન નાળામાં પડી તો સાથે કાર પણ નાળામાં ખાબકી હતી. અકસ્માતમાં ક્યાં સમયે થયો છે. અને કોઈને ઇજા થઇ છે કે કેમ તે જાણી શકાયું નથી. તો સૂત્રોએ જણાવ્યું હતું કે અકસ્માત રાત્રે બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...