કાર્યવાહી:મોરગર પાસેથી ભાગેલો કાર ચાલક પોલીસના વાહનમાં અથડાયો-પકડાયો

ગાંધીધામ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દારૂની બોટલ અને છરી,ધોકા જેવા હથિયાર મળતાં પોલીસે ત્રણ ગુના નોંધ્યા

ભચાઉ થી ભુજ તરફ જઇ રહેલી ક્રેટા કારને રોકવા ઇશારો કરતાં તે કાવો આપી નાસી ગયા બાદ નાકા બંધી કરી તો ક્રેટા કારના ચાલકે યુ-ટર્ન મારી ભાગવાના પ્રયાસમાં પોલીસની કારમાં અથડાવ્યા બાદ પોલીસે પકડી લઇ કારની તલાસી લેતાં તેમાંથી દારૂની બે બોટલ અને છીર તેમજ ધોકા જેવા હથિયાર મળી આવતાં પકડાયેલા આરોપી સામે દુધઇ પોલીસે એક સાથે ત્રણ ગુનો નોંધ્યા હતા. આ ઘટનાક્રમથી ભુજ-ભચાઉ હાઇવે પર ફીલ્મી દ્રશ્યો સર્જાયા હતા.

દુધઇ પોલીસ મથકની ટીમ ગત સાંજે 4 વાગ્યે મોરગર સામે વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન ભચાઉથી ભુજ તરફ જઇ રહેલી ફ્રેટા કાર શંકાસ્પદ લાગતાં કાર રોકવા ઇશારો કર્યો હતોપરંતુ કાર ચાલક ભાગતાં પોલીસે કારનો પીછો કરી નવી દુધઇ પાસે પોલીસ મથકે જાણ કરી નાકા બંધી કરાવી હતી.

આરોપી કાર ચાલક પોલીસને જોઇ યુ ટર્ન મારી પીછો કરી રહેલા પોલીસના વાહન સામે આવીસ હતી અને ભાગવાના પ્રયાસમાં ક્રેટા કારના ચાલકે પોલીસના વાહનમાં અથડાવી સરકારી વાહનમાં નુકશાન પહોંચાડી ઉભો રહેતાં કારની તલાશી દરમિયાન કારમાંથી રૂ.1,000 ની કિંમતની વિદેશી દારૂની બે બોટલ, મોબાઇલ અને રૂ.2,500 રકડ મળી આવી હતી , તો કારમાંથી છરી અને ધોકા જેવા હથિયાર મળી આવતાં દુધઇ પોલીસે પકડેલા ભચાઉના યશોદા ધામ રહેતા દેવેન્દ્ર ઉર્ફે દેવો ખોડીદાસ કાપડી વિરૂધ્ધ દારૂ, હથિયાર તેમજ સરકારી વાહન સાથે અથડાવી અકસ્માત સર્જયો હોવાનો એમ ત્રણ ગુના નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી.

ગાંધીધામ એ-ડીવિઝન પોલીસ મથકે નોંધાયેલા દારૂના ગુનામાં ફરાર હતો
મોરગર પાસે પોલીસે રોકતાં ન રોકાયેલા ક્રેટા કારના ચાલક પાસેથી દારૂની બોટલો, હથિયાર મળી આવ્યા બાદ તેને પોલીસે શા માટે ભાગ્યો ? પુછતાં તેણે જણાવ્યું હતું કે, પોતે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે નો_ધાયેલા ગુનામાં નાસતો ફરતો આરોપી છે, કારમાં દારુની બોટલ હોતાં ફરી પોલીસ કેસ થશે તેવા ડરને કારણે તે ભાગ્યો હોવાની કેફિયત તેણે આપી હતી.

પીએસઆઇ અને ચાલકને ઇજાઓ પહોંચી
મોરગર પાસે ઇશારો કર્યો હોવા છતાં ઉભા ન રહેલા કાર ચાલકનો પોલીસે સરકારી વાહનથી પીછો કર્યો હતો ત્યારબાદ આગળ પણ પોલીસને જોઇ યુ ટર્ન લઇ પીછો કરી રહેલા પોલીસના વાહનને કાવો મારવા જતાં કાર પોલીસના વાહનમાં ટકરાઇ હતી જેમાં સરકારી વાહનને નુકશાન પહોંચવા ઉપરાંત પીએસઆઇ આર.બી.રાણા અને ચાલક રાણાભાઇ કેરાસીયાને ઇજા પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...