સન્માન:5 લાખ ભરેલી બેગ બાઈક પરથી પડી ગઈ, સનિષ્ઠ નાગરિકે પોલીસ સ્ટેશને પહોંચાડી

ગાંધીધામ4 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામના યુકો બેંકથી 21/11ના રોકડા રુપીયા 5 લાખ લઈને ગાંધીધામના ચાવલાચોક રહેતા વિજયભાઈ શાંતીલાલ ઠક્કર મોટરસાઈકલ પર નિકળ્યા હતા. રસ્તામાં રુપીયા ભરેલો થેલો ક્યાંક પડી જતા તેમણે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે આવીને આ અંગે જાણ કરી હતી.

દરમ્યાન અંજારના માથક ગામ રહેતા જગદિશભાઈ આણદાભાઈ અવાડીયાએ પોલીસ સ્ટેશને જાણ કરી હતી કે આટલીજ રકમ ભરેલો કોઇનો થેલો તેમને મળ્યો છે. જેથી પોલીસે જેની રકમ ભરેલો થેલો પડી ગયો છે, તેમને બોલાવીને સુપરત કરીને તે બેગની ભાળ આપનાર જગદિશભાઈનું એ ડિવિઝન પીઆઈ એ.બી. પટેલ દ્વારા સન્માન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...