ફરિયાદ:ચોકડીમાં લઘુશંકા કરનાર 5 વર્ષીય બાળકીને કેબલથી માર મરાયો

ગાંધીધામ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાડુઆતે નિર્દય મકાન માલિક વિરૂધ્ધ ફોજદારી નોંધાવી
  • આ ઘટનાથી આસપાસ રહેતા લોકોમાં પણ રોષ દેખાયો

ગાંધીધામના સપનાનગરમાં વાસણ ઘસવાની ચોકડીમાં રાત્રે લઘુશંકા કરવાના મુદ્દે 5 વર્ષીય નિર્દોષ બાળકીને નિર્દયી મકાન માલિકે ઇલેક્ટ્રીક કેબલ વડે માર મારી પીઠના ભાગે ઇજા પહોંચાડી હોવાની ઘટના બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાવી હતી. ભોગ બનનાર બાળકીના પિતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, આજે સવારે સાડા આઠ વાગ્યે તેઓ ઘરે બેસી ક઼પનીનું કામ કરી રહ્યા હતા ત્યારે મકાનના ઉપરના માળે રહેતા તેમના નાના ભાઇએ બૂમ પાડી બોલાવતાં તેઓ ઉપર ગયા તો તેમની પાંચ વર્ષીય પુત્રી રોઇ રહી હતી.

કારણ પુછ્યું તો તેઓ જે મકાનમાં રહે છે તે મકાન માલિક રૂગારામ અન્નારામ ચૌધરીએ તેને ઇલેક્ટ્રીક કેબલ વડે પીઠના ભાગે માર માર્યો હોવાને કારણે રોતી હોવાનું જણાવતાં માર શા માટે માર્યો પુછતાં રાત્રે આ નિર્દોષ બાળકીએ વાસણ ઘસવાની ચોકડીમાં લઘુશંકા કરી હોવાને કારણે આ માર માર્યો હોવાનું જણાવ્યું હતું. નીર્દય મકાન માલિકની મારથી આ માસૂમ બાળકીની પીઠ ઉપર રીત્સરના છાંભા પડી ગયા છે. આટલી હદે માસૂમ બાળકીને માર મારનાર વીરુધ્ધ તેમણે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.પોલીસે માર મારનારને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...