વરસાદ ધીમો અને સમસ્યાઓ વધુ:ગાંધીધામમાં 91 MM વરસાદમાં પાણી ભરાયા, વાહનો ફસાયા

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મે- જુનમાં થવી જોઇતી નાળા સફાઈ જુલાઈમાં ચાલુ વરસાદે કરાઈ રહી છે
  • સેનેટરી ચેરમેને પાલિકાના સંશાધનો સાથે ઠેર ઠેર જાતે જઈને વરસાદી નાળાના બ્લોક ખોલ્યા : ચાવલા ચોક, ભારતનગરમાં જળભરાવ

ગાંધીધામમાં આખી સીઝનનો હજી સુધી 91 એમએમ જેટલો વરસાદ થયો છે અને ચાવલા ચોક, મુખ્ય માર્કેટના કેટલાક વિસ્તાર, ભારતનગર, ગણેશનગર સહિતના સ્થળોએ પાણી ભરાઈજ ગયા છે, સાથે વાહનો ફસાઈ રહ્યા છે. મુખ્ય બજારની વચલી લાઈન સામે નાળામાં પડેલી બાઈક બહાર કાઢતા અને ભારતનગરમાં પાણીમાં બંધ થઈ ગયેલા વાહનોને ઢસડીને લઈ જતા લોકો જોઇ શકાય છે.

સામાન્ય રીતે પ્રિમોન્સુન અંતર્ગત વરસાદી નાળાની સફાઈની કામગીરી મે કે જુન મહિનામાં કરી દેવાતી હોય છે, પરંતુ આ વર્ષે કરાયેલુ મોડુના કારણે હાલ ચાલુ વરસાદે પણ એજન્સી દ્વારા રોડ બ્લોક કરીને કામગીરી કરાઈ રહી છે.

તો આ વચ્ચે કેટલાક વિસ્તારોમાં નાળામાંથી પાણી ન જતા જળભરાવની સ્થિતિની ફરિયાદ ઉઠતા સેનેટરી ચેરમેન કમલ શર્મા, નગરસેવક કમલેશ પરીયાણી સાથે પાલિકાની દબાણ શાખાએ જેસીબી, ટ્રેક્ટર સહિતના સંશાધનો સાથે ઓસ્લો જીઆઈડીસી, આદિપુર ચારવાડી, ભારતનગર ચાર રસ્તા મુખ્ય રોદ, ચાવલા ચોક શિવ મંદિર પાસેના વોટર લોકીંગને દુર કરવા જહેમત ઉઠાવી હતી.

લાખોનો ખર્ચો કર્યા છતાં દર વખતે પાલિકાની ટીમજ ધંધે કેમ લાગે છે?
દર વર્ષે નગરપાલિકા લાખોના ખર્ચે વરસાદી નાળાની સફાઈનું કામ આપે છે, આ વર્ષે પણ સુત્રોના જણાવ્યા અનુસાર 24 લાખના ખર્ચે કામ અપાયું છે. પરંતુ અંતે સ્થિતિ વણસતા કે અટકતા પાલિકાની ટીમોનેજ ધંધે લગાવાતી હોવાનું જોવા મળતું રહ્યું છે. જો લાખોના ખર્ચે કામ આઉટસોર્સ કરાઈજ રહ્યું છે, તો તેમનાથી કામ ન કઢાવીને સાથે પાલિકાના સંશાધનો પણ લગાવવા કેટલા વ્યાજબી, યોગ્ય અને નિયમાનુસાર યોગ્ય છે તે સવાલ ઉભા કરે છે.

પાલિકાના ગેટ ઉપર સહિત સંકુલમાં ત્રણ વૃક્ષ વરસાદ, પવનથી ધરાશાયી
ગુરુવારના રાત્રીના પડેલા વરસાદ દરમ્યાન ગાંધીધામ નગરપાલિકાના બીજા ગેટ પરના શેડ પર એક વૃક્ષ ધરાશાહી થઈ ગયું હતું. તો આવીજ ઘટના સોલો અને આદિપુરમાં પણ બની હતી. સદભાગ્યે આ ઘટનાઓમાં કોઇને ઈજા પહોંચ્યાનું સામે આવ્યું નથી, ત્રણેય વૃક્ષોને પાલિકાએ દુર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...