ગાંધીધામમાં પાણીનો પ્રશ્ન હંમેશાથી કોઇને કોઇ રીતે સળગતો રહ્યો છે અને હવે જ્યારે ઉનાળો આવ્યો છે ત્યારે તેના પુરતા પ્રભાવ પહેલાજ શહેરભરમાંથી પાણી ન આવતું હોવાનો કે ગંદુ આવતું હોવાની ફરિયાદો ઉઠવા પામી રહી છે. ત્યારે દિવ્ય ભાસ્કર દ્વારા જે ટાંકાઓમાંથી શહેરભરમાં પાણી સપ્લાય થાય છે તેની પરિસ્થિતિ શું છે તે તપાસતા ચોંકાવનારી બાબતો સામે આવી હતી. જોવા મળ્યું કે છેલ્લે તમામ ટાંકાઓની સફાઈ 2018માં કરાઈ હતી, એટલે કે છેલ્લા 6 વ₹ર્ષથી ટાંકાઓ સફાઈ વિના જેમના તેમ ઓપરેટ કરાઈ રહ્યા છે.
ગાંધીધામમાં રામબાગનો મુખ્ય સંપ અને તે સિવાય બે આદિપુર, ત્રણ સેક્ટર વિસ્તાર, ત્રણ સેક્ટર વિસ્તારમાં એમ કુલ 9 પાણીના ટાંકા આવેલા છે. જેમાંથી કેટલાક પર દિવ્ય ભાસ્કર રુબરુ જઈને તપાસ કરતા ખુલ્લા ઢાંકણા વાડા સંપ અને અંદર જોતા કાળુ ડિંબાગ પાણી નજરે ચડ્યુ હતું. જાણકારોએ કહ્યું કે આ સ્થિતિ દરેક ટાંકાની છે,
ટાંકાઓમાં માટીના મોટા થર જામી ગયા છે. જેમાં સ્વાભાવિક રુપે કચરો, ગંદકી હોવી સંભવ છે. આ પ્રકારનું પાણી દરેક ઘરોમાં સપ્લાય થઈ રહ્યું છે ત્યારે પીવાની વાત તો બાજુએ રહી, પરંતુ તે ઉપયોગમાં લેવા લાયક પણ છે કે કેમ તે પ્રશ્ન બની રહ્યો છે. ગણેશનગર તરફના ટાંકાઓમાં તેની જર્જીરીત જોખમી સીડીઓમાંથી મલબો પડતો હોવાનું પણ નજરે ચડ્યું હતું.
2 વર્ષ પહેલા ટેન્ડર થયું, પછી રદ થયું અને અત્યાર સુધી રી ટેન્ડરીંગ કરાયુંજ નથી
બે વ₹ર્ષ પહેલા ટાંકાઓ સાફ કરવા માટેનો મુદો સામે આવતા તે માટે ગાંધીધામ નગરપાલિકા દ્વારા ટેન્ડરીંગ પ્રક્રિયા પણ કરવામાં આવી હતી અને તે માટે ત્રણ ટેન્ડર પણ આવ્યા હતા. પરંતુ તે પ્રમાણમાં ઓછુ હોવા સહિતના તકનીકી કારણોના આધારે રદ કરાયા હતા. પરંતુ ત્યારબાદ ફરી અત્યાર સુધી તેનું રિ ટેન્ડરીંગ કરવામાંજ ન આવતા પરિસ્થિતિ જેમની તેમ બની રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.