સ્મગલીંગ:86 હજાર ઈ-સિગારેટ મુંબઈથી અન્ય શહેરોમાં સપ્લાય થવાની હતી

ગાંધીધામ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુન્દ્રાથી નિકળેલા કન્ટેનરને ડિઆરઆઈએ સુરત પાસે ઝડપી 20 કરોડની ઈ-સીગારેટ, રમકડા ઝડપ્યા
  • મિસ ડિક્લેરેશનનો મામલોઃ સ્મગલિંગ કેસમાં આરોપી જેલમાં તો મુંબઈના મુખ્ય આરોપીની ધરપકડ નહીં થતા આશ્ચર્ય

ડીઆરઆઈએ સુરતના પલસાણા હાઈ વે પરથી મુંદ્રા થી મુંબઈ જઈ રહેલા કન્ટેનરને રોકીને મીસ ડિક્લેરેશન થકી સ્મગલીંગ કરીને જઈ રહેલી 20 કરોડની ઈ સિગારેટ ઝડપી પાડી હતી. આ કેસમાં એક આરોપીને કોર્ટ માં રજુ કરાતા તેને કસ્ટડીમાં મોકલવાનો હુકમ કરાયો હતો. હાલત સમગ્ર કેસમાં કન્ટેનર મારફત માલ મંગાવનાર મુંબઈના બે ઉદ્યોગપતિઓની ધરપકડ નહીં કરવામાં આવતા પણ વિવિધ તર્ક વિતર્કોને સ્થાન મળ્યું હતું.

ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ દ્વારા મુંદ્રા થી મુંબઈ વાયા સુરત થઈને જઈ રહેલા ઈમ્પોર્ટેડ ઈ સીગારેટના જંગી જથ્થાને ગત રોજ ઝડપી પાડ્યું હતું. આ કાર્ગોની આયાત પરજ પ્રતિબંધ છે ત્યારે તપાસ કરતા કન્ટેનરમાંથી 107 કાર્ટુનમાં 800 ઈ સિગારેટના પેકેટ્સ ઝડપ્યા હતા, જેમાંથી 85600 જેટલો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે કે ખરેખર કાર્ગોના ડિક્લેરેશનમાં રમકડા, હેડ મસાજર જેવી સામગ્રી હોવાનું કરાયું હતું.

ઝડપાયા જથ્થાની કિંમત 20 કરોઇડ થવા જાય છે. ટ્રકમાંથી પરવેઝ આલમ નામના યુવાને કહ્યું હતું કે આ માલ મુંબઈના બે ઉદ્યોગપતિઓએ મંગાવ્યો છે, અધિકારીઓએ આરોપી પરવેઝની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાં સરકાર તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલનાં નયન સુખડવાલા અને ઇમરાન મલિક હાજર રહ્યા હતા.

ચાઇનાથી પ્રતિબંધિત કાર્ગોનો ધીકતો ધંધો
ચાઇના થી મંગાવેલી 86 હજાર જેટલી ઈ સિગારેટની આયાત 2019 થી પ્રતિબંધિત છે, હવે સવાલએ પણ ઉભો થઈ રહ્યો છે કે મુન્દ્રા પોર્ટ પર આ સિગારેટ પહોંચી કેવી રીતે અને પોર્ટના કોઈ અધિકારી સમગ્ર કાંડ માં સામેલ છે કે કેમ? મુંબઈના જે બે ઉદ્યોગપતિઓએ આ સિગારેટ મંગાવી છે, તેઓનો ઉપયોગ કેવી રીતે કરવાના હતા કોને આપવાના હતા તે અંગે અધિકારીઓ વધુ તપાસ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...