આદિપુરના વિનય ટોકીઝમાં ગત રોજ મોડી રાત્રે પ્રવેશેલા તસ્કરે કેશ કાઉન્ટરોમાં પડેલી રોકડ અને મોબાઈલ સહિત કુલ 8 હજારના મુદામાલની તસ્કરી કરી હતી, તો સાથે ટોકિઝના ફર્નિચરને પણ નુકશાન પહોંચ્ડ્યુ હતુ. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. પોલીસે અજાણ્યા ઈસમ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.
આદિપુરમાં આવેલી વિનય સિનિપ્લેક્ષમાં આ. મેનેજર તરીકે ફરજ નિભાવતા રોહીત પ્રિતમાનીએ અજાણ્યા ચોર ઈસમ સામે ગુનો નોંધાવતા જણાવ્યું કે 29/11ના મોડી રાત્રીના 3 થી સવારના 7 વાગ્યા વચ્ચેના અરસામાં સિનેપ્લેક્ષના પાછળની દિવાલને કુદીને એક ચોર ઈસમ પ્રવેશ કરે છે, જેણે સિનેપ્લેક્ષના કેસ કાઉન્ટ, કાફે કાઉન્ટર, શેઠની ઓફિસરનું કાઉન્ટર તોડીને ત્રણેયમાં પડી રહેલી એક એક હજાર આમ કુલ ત્રણ હજાર રોકડ અને એક મોબાઈલ મળીને 8 હજારના મુદામાલની તસ્કરીને અંજામ આપ્યો હતો. બીજી તરફ ટોકીઝની ઓફિસના બે કાચના દરવાજાને પણ તોડી ત્રણ હજારનું નુકશાન પહોચાડ્યુ હતું.
આ આખો ઘટનાક્રમ સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો, જેમાં તસ્કર આખી ચોરીની ઘટનામાં મોઢે કપડુ બાંધેલુ રાખેલો જોવા મળી રહ્યો છે. શહેરના મુખ્ય બજાર મધ્યે આવેલા સીનેપ્લેક્ષમાં ખાતર પાડવાની તસ્કરની હિંમતથી ચકચાર મચી હતી.
અંજારના ચંદીયા ગામે જાગેશ્વર મહાદેવ મંદિરમાંથી દાનપેટીની ચોરી
અંજારના ચંદીયા ગામે આવેલા જાગેશ્વર મહાદેવ મંદિરમાં દેખભાળ કરતા કમળાબેન દિનેશગર ગુંસાઈએ અજાણ્યા ઈસમ સામે ગુનો નોંધાવતા જણાવ્યું હતું કે તેઓ પરિવાર સાથે મંદિરમાં રહે છે, નિત્યક્રમ અનુસાર ગત 27/11ના સવારે તેઓ અને તેમનો પુત્ર મંદિરમાં આવ્યા હતા, જેમણે દાનપેટી ન જોતા આ અંગે ગામના આગેવાનોને વાત કરતા પોલીસમાં ફરિયાદ દાખલ કરાવાઈ હતી. પેટીમાં અંદાજે ત્રણેક હજાર જેટલી રકમ હોવાનું ફરિયાદીએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.