અંજારના કળશ સર્કલ પાસે રહેતા 22 વર્ષીય કિશન ફકીરાભાઈ વડેચાની ફરિયાદને ટાંકીને અંજાર પોલીસે જણાવ્યુ હતુ કે, ફરિયાદી તેના દાદાના વાડામાં માતાજીના દર્શન અર્થે ગયો હતો. જ્યાં તેના કાકા દેવશી અમથુ વડેચા અને કાકી ગીતાબેન અને તેમના સંતાનોએ કિશન સાથે ઝપાઝપી કરી હતી. જેના બીજા દિવસે આરોપી કાકા-કાકી ઉપરાંત સુરેશ દેવશી વડેચા, નીતેશ દેવશી વડેચા અમથુ ગોવિંદ ચાંગાવડીયા, ભવન અમથુ ચાંગાવડીયા, કિશન અમથુ ચાંગાવડીયા અને ભરત અમથુ ચાંગાવડીયા હાથમાં લાકડીઓ લઈ કિશનના ઘરે પહોંચી આવ્યા હતા.
અંજાર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
યુવાનને તેના દાદાના વાડામાં લઈ જઈ લાકડીઓ વડે માર માર્યો હતો. જ્યાં કિશનનો ભાઈ વિનોદ અને પિતા આવી પહોંચતા આરોપીઓ તેમને પણ માર મારવા લાગ્યા હતા. જેમાં વિનોદને ફ્રેકચર સહિતની ઈજાઓ પહોંચી હતી તેમજ કિશન તથા તેના પિતાને પણ ઈજાઓ પહોંચી હતી. જે બાદ તમામ ઘાયલોને અંજારની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જે બાદ કિશનએ અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.