ચૂંટણી ઈફેક્ટ:સૈદ્ધાંતિક પરવાનગી મળ્યા બાદ માર્ગો માટે આવેલા 8 કરોડ વહીવટી મંજુરીમાં અટક્યા

ગાંધીધામ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસા બાદ તુટેલા રોડ સુધારવાની ગ્રાન્ટને નડતા વિઘ્નો, આવતા મહિને મળશે લીલીઝંડી
  • તાંત્રીક અને વહીવટી ​​​​​​​મંજુરી લેવાની બાકી, માંડ સરકાર પાસેથી પહેલા એક અને ત્યારબાદ 7 કરોડની ગ્રાંટ આવી હતી

ચોમાસા બાદ ગાંધીધામ આદિપુરના માર્ગોના થયેલા ખસ્તાહાલને સુધારવા પાલિકાએ સરકાર પાસે માંગેલા 18 કરોડની સામે 1 કરોડ અને ત્યારબાદ વધુ 7 કરોડને સૈદ્ધાંતિક મંજુરી મળી ગઈ હતી, પરંતુ અન્ય મંજુરીઓ બાકી હતી અને ચુંટણી જાહેર થઈ જતા હવે ચુંટણી પતે નહી ત્યાં સુધી અન્ય મંજુરીઓ મળવી અશક્ય હોવાથી વધુ એક મહિનો કાર્ય ખેંચાઈ જશે.

ગોકળગાય ગતીએ ચાલવા માટે જાણીતા સરકારી કાર્યોની વધુ એક મીશાલ ગાંધીધામમાં જોવા મળી રહી હોય તેમ જે તુટેલા માર્ગો માટે સમગ્ર શહેરના પ્રજાજનોમાં ભારે રોષની લાગણી જન્મી હતી. તેને સુધારવા માંગેલી અને મંજુર પામેલી ગ્રાંટ હજી સુધી પાલિકા સુધી આવી નથી. દરમ્યાન ટાગોર રોડના સર્વિસ માર્ગો અગ્રણીની માંગ બાદ આરએન્ડબી પાસેથી તો આંતરિક માર્ગોના કેટલાક પેચનું કાર્ય હવે ચાલી રહ્યુ છે. કેટલાક કામો જુની ગ્રાંટ પાસ થતા તો કેટલાક જે તે કોંટ્રાક્ટ પાસેથી ગેરંટી કાળમાંજ ગણીને કરાવાઈ રહાયા હોવાનું સામે આવ્યું હતું.

નોંધવું રહ્યું કે ગત ચોમાસામાં થોડા વરસાદમાંજ શહેરના મહતમ માર્ગોમાં ખાડા પડી ગયા હતા અને વાહન ચલાવવા લાયક પણ નહતા રહ્યા. વિપક્ષોએ પાલિકા કચેરીનો ઘેરાવ અને તાળાબંધીના કાર્યક્રમ પણ આપ્યા હતા તો જાગૃત નાગરિકોએ પણ મુહીમ છેડી હતી. આ તમામ દબાણ બાદ પણ મલબો નાખીને સંતોષ માનતી સુધરાઈએ ચોમાસામાં રોડ નિર્માણને પરવાનગી ન હોવાથી કાર્ય હાથ ન ધરાતા હોવાનું જણાવ્યું, પરંતુ આજ ગાળામાં નગરપાલિકાની તિજોરી તળીયા જાટક હતી અને ગત વર્ષ સરકારે કરોડો રુપીયા માર્ગોના નવીનીકરણ માટે આપ્યાનો અનુભવ હોવાથી 18 કરોડ ની જરૂર હોવાની દરખાસ્ત કરાઈ હતી.

જેની સામે દરેક પાલિકાને આપ્યા તે અનુસાર એક કરોડ ફાળવી દેવાતા સહુ માટે આશ્ચર્ય ફેલાયું હતું. અધિકારી અને પદાધિકારીઓએ રાજકોટ જઈને શહેરની જરૂરીયાત અંગે અવગત કરાયા બાદ ફરી દરખાસ્ત કરવા જણાવાતા 8 કરોડની રોડ રસ્તાઓની માહિતી સાથે દરખાસ્ત કરાઈ, જેની એક કરોડ અગાઉ આપેલા ગણાવાઈને 7કરોડ મંજુર કરાયા હતા. પરંતુ આટલા મહિનાઓના વાયરા વાયા છતાં હજી સુધી તે ગ્રાંટ આવી નહી અને બે પ્રકારની મંજુરી બાકી હોવાથી હવે ચુંટણીમાં તે શક્ય ન હોવાથી મહિના બાદ કામ શરૂ થઈ શકસે તેવું પાલિકાના સતાવાર સુત્રોએ જણાવ્યું હતું.

કાર્યો, ગ્રાંટ અને ઠેકેદારો અંગે પાલિકા જનતાથી વિગતો કેમ છુપાવે છે?
કોઇ પણ રોડ બન્યા બાદ તેને ત્રણ વર્ષ સુધી જાળવણીની જવાબદારી જે તે ઠેકેદારની રહેતી હોવાનો નિયમ છે ત્યારે રોડ બન્યાના બીજા વર્ષમાંજ ઘણા કિસ્સાઓમાં કે પહેલાજ વરસાદ બાદ તેની પરિસ્થિતિ ખસ્તાહાલ થઈ જતી હોવાની ફરિયાદો ઉઠતી રહે છે. પાલિકા નોટિસો આપ્યા છતાં ઠેકેદારો માનતા ન હોવાનો અને કેટલાક કિસ્સાઓમાંથી પદાધિકારીઓના ફોન સુદ્ધા ન ઉપાડતા હોવાનું કહે છે ત્યારે કેટલી ગ્રાંટ ક્યા માર્ગો માટે આવી કે મંગાઈ અને તેનો ખર્ચો ક્યાં અને કેટલો કરાય છે, તેમજ જે તે ઠેકો કોને અપાયો તેને સ્પષ્ટ રુપે લોકો સમક્ષ રાખવામાં કેમ નથી આવતો કે છુપાવાય છે તે પણ એકયક્ષ પ્રશ્ન છે.

અન્ય સમાચારો પણ છે...