અંકુશની આશા:નગરપાલિકાના 78 કર્મીને હવે રોજ થમ્બ મશીનથી હાજરી પુરવી પડશે

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામમાં બે મહિનાના ટ્રાયલ બાદ આખરે મશીન શરૂ
  • કચેરીમાં સમયની અનીયમીતતાની ફરિયાદો પર અંકુશની આશા

ગાંધીધામ નગરપાલિકામાં આખરે ડિજિટલ હાજરીની વ્યવસ્થાની 1લી સપ્ટેમ્બરથી શરૂઆત કરી દેવાઈ હતી. હવે પાલિકા કચેરીમાં કાર્ય કરતા કર્મચારીઓએ રોજ થમ્બથી પંચ કરવાનું રહેશે. કાર્ય સમયે 10.30થી 6.30નો છે.

નગરપાલિકા કચેરીમાં અલગ અલગ વિભાગોમાં કાયમી અને કોંટ્રાક્ટ કે એજન્સી આધારીત કુલ મળીને 78 જેટલા કર્મચારીઓ છે. 1 સપ્ટેમ્બરથી હવે તમામે કચેરીની શરૂઆતે રાખેલા થમ્બ મશીનમાં ઈન અને આઉટનો પંચ કરવાનો રહેશે. પાલિકાના સતાવાર સુત્રોએ જણાવ્યું કે જે વિભાગોના કર્મચારીઓએ કચેરીમાંજ બેસીને કામ કરવાનું છે, તેમને સુચના આપી દેવાઈ છે.

તો જેમણે ફીલ્ડ વર્ક કરવાનું રહે છે તેમના માટે તે અનુસારની જોગવાઈ કરવામાં આવશે. નોંધવુ રહ્યું કે અગાઉ કર્મચારીઓ નિયમીત છે કે નહિ તે ખરાઈ કરવા કચેરીમાં સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું, તો આજ બાબતને અનુલક્ષીને વિવાદાસ્પદ એજન્ડા નખાયો હોવાનો પણ બચાવ કરાયો હતો,જેને આખરે રદ કરાયો હતો. જે તે સમયે પ્રમુખ દ્વારા જણાવાયું હતું કે, ખુદ નગરસેવકોમાંથી કેટલાક કર્મચારીઓ સમય અનુસાર ઉપસ્થિત ન રહેતા હોવાની ફરિયાદ ઉઠી હતી.

અન્ય સમાચારો પણ છે...