આદિપુરમાં વર્ષ-2019 માં રૂ.17 હજારની કિંમતનો મોબાઇલ ઝૂ઼ટવી ચીલ ઝડપને અંજામ આપનાર આરોપીને ગાંધીધામની સેશન્સ કોર્ટે 7 વર્ષના સખત કારાવાસની સજા ફટકારી તેમજ રૂ.10 હજારનો દંડ ચુકવવાનો આદેશ કરી અસામાજિક તત્વોમાં ધાક બેસાડતો ચુકાદો સંભળાવ્યો હતો.
આ કેસની હકીકતએવી છે કે, તા.9 જુન 2019 ના રોજ ફરિયાદી મૈત્રી ગાર્ડનથી વંદના ચોક જતા રસ્તા પર પગે ચાલીને જ્તા હતા ત્યારે આ આરોપીએ પાછળ સફેદ ક્લરની એકટીવા પર આવીને તેમના હાથમાથી રૂ.17,000 ની કિંમતનો મોબાઇલ ઝૂંટવી ચીલઝડપને અંજામ આપી ભાગી ગયો હતો. આ ઘટનાની ફરિયાદ આદિપુર પોલીસ મથકે નોંધાઇ હતી. જેમા પોલિસે તપાસ કરી આરોપી શબ્બીર ઉર્ફ શબલો અક્બર ચાવડા (મુસ્લીમ)ની અટક કરી તેની પાસેથી પોલીસે ચીલ ઝડપ કરેલો મોબાઇલ ફોન ક્બજે કરી કેસ કોર્ટ માં ચાર્જશીટ રજુ કરી હતી.
જે કેસ ગાંધીધામ ખાતે અધિક સેશન્સ જજ એમ.જે.પરાશાર ની ફોર્ટ ગાંધીધામ સમક્ષ ચાલતા કેસમા સરકાર તરફે સાહેદો તથા દસ્તાવેજી આધારો - પુરાવાઓને ગ્રાહ્ય રાખીને તેમજ સરકારી વકીલ મહેન્દ્રસિંહ આર.જાડેજાએ કરેલી ધાર-દાર દલીલને ગ્રાહ્ય રાખીને આરોપી શબ્બીર ઉર્દુ શબલો અક્બર ચાવડા (મુસ્લીમ)ને તકસીરવાન ઠેરવી 7 વર્ષની સખત કેદની સજા ફટકારી તેમજ રૂ.10,000 નો દંડ અને જો દંડ ન ભરેતો છ મહીનાની વધુ કેદની સજા ફટકારી ધાક બેસતો ચુકાદો સંભળાવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.