ચૂંટણીની તૈયારીઓ:ગાંધીધામ બેઠકમાં 7 સખી અને 1 વિકલાંગ બૂથ રાખવામાં આવશે

ગાંધીધામ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ વખતે મતદાન સ્લીપમાં બારકોડનો ઉપયોગ કરવામાં આવશે
  • 80 વર્ષથી ઉપરના 80 જેટલા લોકો ઘરેથી મતદાન કરશેઃ 309 બૂથ માટે ઈવીએમ કરાયા સજ્જ

ગાંધીધામ વિધાનસભા બેઠકમાં ચુંટણીની તૈયારીઓને વહીવટી તંત્ર આખરી ઓપ આપી રહ્યું છે. બેઠકમાં કુલ 309 બુથ છે, જે તમામ પર ઈવીએમ મશીન સાથે વીવીપેટને ક્રમાનુસાર સજ્જ કરી દેવાયા છે. તો તેને મોકલવાથી લઈને તમામ હેંડલીગ સુધીની પ્રક્રિયાને નિશ્ચીંત કરીને તે અનુસારના પગલા હાથ ધરાયા હતા.ગાંધીધામ બેઠકની ચુંટણી સંલગ્ન વહિવટી ગતીવીધીનું કેંદ્ર હાલ આદિપુરનું મૈત્રી સ્કુલનું પ્રાંગણ બની ગયું છે. જ્યાં છેલ્લા બે દિવસથી 309 ગાંધીધામ બેઠકના બુથ માટે 350 જેટલા કે તેથી વધુ ઈવીએમ મશીન, વીવીપેટને સજ્જ કરી દેવાયા છે.

જે તમામમાં પક્ષોના લીસ્ટ, ઉમેદવારોના નામ સહિતના ઈનપુટ કરીને અમુક ટકાવારી અનુસારના ઈવીએમમાં એક હજાર જેટલું વોટીંગ કરીને ટેસ્ટીંગ પણ રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે. ત્યારે આ વખતે મતદાન સ્લીપમાં બારકોડ અને ચુંટણી પંચ દ્વારા જાહેર કરાયેલી યાદી અનુસારના આધાર પુરાવા આવશ્યક રહેશે તેમ સતાવાર સુત્રોએ જણાવ્યું હતું.

આ સાથે ગાંધીધામ બેઠકના 309 બુથમાંથી 7 સખી બુથ કે જેમા મહિલા અધિકારી, કર્મચારીઓની બહુમતી રહેશે, તો 1માં વિકલાંક બુથ કે જેમાં દિવ્યાંગોને અનુલક્ષીને તે અંગેની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે તે ઉભા કરવામાં આવ્યા છે. તો પ્રથમ વાર વિધાનસભા ચુંટણીઓમાં 80 વર્ષથી વધુ આયુના જે લોકો ઘરેથી મતદાન કરવા તેમના માટે ઘરેથી મતદાનની વ્યવસ્થા રાખવામાં આવતા તે માટેનો સર્વે હાથ ધરાયો હતો. જે અનુસાર 80જેટલાની આ માટેની વિનંતી આવતા તેમનું મતદાન ઘરેથી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...