ગાંધીધામ તાલુકાના અંતરજાળમાં આવેલી રોયલ ક્રિષ્ના સોસાયટીમાં દારૂની મહેફિલ માણી રહેલાં 7 શખ્સોને આદિપુર પોલીસે ઝડપી પાડ્યા છે. આ અંગે પોલીસના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગત રાત્રે પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ક્રિષ્ના સોસાયટીના મકાન નંબર 19માં દારૂની મહેફિલ ચાલી રહી હોવાની જાણકારી મળી હતી. પોલીસે મકાનનો દરવાજો ખોલાવી વિદેશી બ્રાન્ડની વ્હિસ્કીના જામ છલકાવી મહેફિલ માણતાં મકાનમાલિક રાજ ગણાત્રા, રોનક પાટની, અમિત સિંઘ, ગિરીશ પટેલ, હેમંત સોરઠીયા, ચિત્રાંગ સક્સેના, ઉદય જગદીશ, પ્રસાદ નિગમને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
મકાનમાલિકે પોતે દારૂ પીધો નહોતો પરંતુ મહેફિલ માટે ઘરમાં દારૂની બાટલો રાખી આયોજનમાં મદદ કરી હતી. તેથી તેની સામે પણ પોલીસે ગુનો નોંધ્યો છે. ઝડપાયેલા ચિત્રાંગ સક્સેના અને ઉદય નિગમ પાસે દારૂની ઓનલાઈન પરમિટ હતી પરંતુ તેમણે પરમિટના નિયમનો ભંગ કર્યો હતો. અન્ય શખ્સો સાથે મહેફિલમાં ભાગ લેતા પોલીસે તેમની વિરુદ્ધ પણ ગુનો દાખલ કર્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ, ઝડપાયેલાં આરોપીઓ મુદ્રાની ખાનગી કંપનીના કર્મચારીઓ છે અને વડા અધિકારીની બદલી થતાં તેમને વિદાય આપવા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.