ગાંધીધામ નગરપાલિકામાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી વ્યાજમાફી યોજનાને સર્વાધિક આવકાર જોવા મળ્યો હતો, તો સમયસીમા લંબાવ્યા બાદ વાંધાઓ અરજીઓનો મારો પણ સારા એવા પ્રમાણમાં જોવા મળ્યો, સુત્રોએ જણાવ્યું કે 600 જેટલી વાંધા અરજીઓ સુધરાઈ પાસે આવી હતી.દેશની આઝાદીના અમૃતકાળ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા નગરપાલિકાના જુના બાકી બીલો પર ચડી ગયેલા વ્યાજથી માફી યોજના લાગુ કરી હતી. શરૂઆતમાં 31મી માર્ચ સુધીજ લાગુ યોજનાને મળેલા પ્રત્યુતરને જોતા તેની સમયસીમાને 31 મે સુધી લંબાવાયો હતો.
ગાંધીધામમાં યોજના લાગુ થયા બાદ હજી સુધીમાં કરોડોની આવક થઈ ચુકી છે તો કોઇને કોઇ કારણોસર જુના બીલો ન ભરી શકનારાઓની વાંધા અરજીઓનો સીલસીલો પણ ચાલુ છે. સુત્રોએ જણાવ્યું કે ગત દિવસોમાં 600થી વધુ વાંધા અરજીઓ આવી હતી. જેમાં માપ ફેરબદલ, આકરણી, નામ સહિતની બાબતો રજુ કરાઈ હતી, યોજનાની સમય મર્યાદા પુરી થવા આડે હવે ગણતરીના દિવઓ રહ્યા છે ત્યારે પાલિકાએ પણ કમર કસીને મહતમ આવક થાય તે માટે દૈનિક ધોરણે કર્મચારીઓને બેસાડીને આ અરજીઓના તાબડતોડ નિકાલ માટેની પ્રક્રિયા હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
બીજી તરફ ચાલુ વર્ષના બીલ પણ પ્રીન્ટ અને પહોંચાડવાની પ્રક્રિયા શરૂ થઈ ચુકી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. નોંધવુ રહ્યુ કે યોજના લાગુ થયા બાદ રાજ્યમાં કદાચિત સૌથી વધુ આવક ગાંધીધામ નગરપાલિકામાં જોવા મળી હતી. પરંતુ સમય સીમા લંબાયા બાદ સરકારનાજ સોફ્ટવેર ઈ નગર ખોટકાઈ જતા લોકોને લાંબો સમય લાભથી વંચીત પણ રહેવું પડ્યું હતુ. હવે જઈને ફરી આ વ્યવસ્થા શરૂ થતા ગત સપ્તાહેજ સુધરાઈ દ્વારા મહતમ લોકોને લાભ લેવા માટે અપીલ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.