ટાગોર રોડ પર સડી ગયેલા ઉભેલા અને સાઈડ રખાયેલા વીજપોલ જોખમી હોવાના અહેવાલ થોડા દિવસ અગાઉજ દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયા બાદ તંત્ર પહેલાજ તસ્કરો જાગી ગયા હોય તેમ રાતોરાત આ 6 થી 7 જેટલા થાંભલા ગુમ થઈ ગયા હતા. નગરપાલિકાના સંલગ્ન વિભાગ દ્વારા આ અંગે પુષ્ટી કરી હતી.
ટાગોર રોડ પર કેટલાક વીજપોલ સડી અને નમી જતા તે ડીવાઈડર પરજ પડી ગયા છે અથવા તો રોડ સાઈડમાં રાખી દેવાયા છે. આ રોડ પર કોઇ પણ સમયે વાહનોનું સારુ એવું આવન જાવન રહે છે ત્યારે પડુ પડુ થતા આ પ્રકારના વીજપોલ નગરજનો માટે સંભવિત ખતરો અને જોખમી હોવાનો અહેવાલ ચાર દિવસ અગાઉજ પ્રસિદ્ધ થયો હતો. ત્યારબાદ ત્રણ દિવસથી સાઈડ રખાયેલા 6 થી 7 નિરપયોગી પોલ મળતા ન હોવાનું જાણવા મળે છે.
સુત્રોએ જણાવ્યું કે આ પોલ ખરાબ ખસ્તા હાલતમાં હોવાથીજ સાઈડ રખાયા હતા, ત્યારે લોખંડના હિસાબે અંદાજે 50 હજારની કિંમતનો આ મલબો બારોબાર ઉપડી ગયો હોવાનું જાણવા મળે છે. પાલિકાના ઈલેક્ટ્રીશન વાયરમેન દ્વારા આ અંગે પાલિકામાં મૌખીક જાણકારી અપાઈ હોવાનું પણ સુત્રોએ ઉમેર્યું હતું.
જાણભેદુ ઠેકેદાર અને નગરસેવકની ભૂમિકા અંગે વધુ એક વાર ચર્ચા ઉઠી
પાલિકાનો મલબો ચોરી કરવા માટે અગાઉ પણ ચર્ચામાં આવી ચુકેલા ઠેકેદાર અને એક નગરસેવકની ભુમીકા ફરી લોકમુખે છે. સુત્રોએ જણાવ્યું કે ભુતકાળમાં પણ આ પ્રકારની ચોરીના બનાવોને રફેદફે કરી દેવાયા હતા ત્યારે આ વખતે પોલીસ ફરિયાદ નોંધીને તપાસ આદરવામાં આવે છે કે નહિ તે જોવું રહ્યું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.