શકુનિઓ ઝડપાયા:કિડાણાની મહિલા સંચાલિત ક્લબમાંથી 6 ખેલી ઝડપાયા

ગાંધીધામ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 4 મોબાઇલ સહિત કુલ 57 હજારનો મુદ્દામાલ જપ્ત

કિડાણાની યોગેશ્વરનગરના મકાન નંબર 66 માં ધમધમી રહેલી મહિલા સંચાલિત જુગાર ક્લબ પર બી-ડિવિઝન પોલીસે દરોડો પાડી સંચાલક સહિત 6 જુગારીઓને રૂ. 46,500 રોકડ સાથે પકડી લઇ 4 મોબાઇલ અને ટોકન સહિત કુલ રૂ.57,500 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી કરી હતી.

આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ, બી- ડિવિઝન પોલીસ મથકની ટીમ સાંજે પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, કિડાણાના યોગેશ્વરનગરના મકાન ન઼બર – 66 માં રહેતા મનહરબા અજિતસિંહ જાડેજા બહારથી જુગારીઓને બોલાવી નાલ ઉઘરાવી પોતાના ઘરે જુગાર રમી અને રમાડી રહ્યા છે.

આ બાતમીના આધારે તેમના રહેણાક મકાનમાં દરોડો પાડી જુગાર ક્લબના સંચાલક મનુબા ઉર્ફે મનહરબા અજિતસિંહ જાડેજા, સજનબા સરદારસિંહ પરમાર, પુરબાઇ ઇબ્રાહિમ રાઠોડ, ચંદાબેન દિનેશભાઇ આસવાણી, ભગવતીબેન મુળજીભાઇ પ્રજાપતિ અને હીરબાઇ કાનજીભાઇ મહેશ્વરીને રૂ.46,500 રોકડ તેમજ રૂ.11,000 ની કિંમતના 4 મોબાઇલ , 20 ટોકન સહિત કુલ રૂ.57,500 ના મુદ્દામાલ સાથે પકડી લઇ તેના વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી. આ કામગીરીમાં પીઆઇ કે.પી.સાગઠીયા, પીએસઆઇ આર.કે.દેસાઇ, હેડકોન્સ્ટેબલ તનેરાજસિંહ ચૌહાણ, ભરત ભાટી, પ્રવિણસિંહ જાડેજા, કોન્સ્ટેબલ રવિ પરમાર, મહિલા કોન્સ્ટેબલ ઉષાબેન પટેલ, ભગવતીબેન સહિતની ટીમ જોડાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...