ફરિયાદ:કંડલાની કંપનીથી 5.50 લાખનો કોસ્ટીક સોડા બહાર કાઢીને છેતરપીંડી

ગાંધીધામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે પકડ્યા બાદ ફરિયાદ નોંધાઈ, શ્રીજી લીક્વિડ સ્ટોરેજની ઘટના
  • કંપનીના સિક્યોરીટી કર્મચારી, ડ્રાઈવર સહિત ત્રણ સામે ગુનો નોંધાયો

કંડલા મરીન પોલીસ મથકે શ્રીજી લીક્વીડ સ્ટોરેજ ટર્મીનલ કંપનીમાં મેનેજર તરીકે ભુમિકા ભજવતા ફરિયાદીએ ત્રણ સામે નામજોગ ફરિયાદ દાખલ કરાવીને કંપનીની પરવાનગી કે રજામંદી વિના છેતરપીંડી કરીને 5.50 લાખનો કોસ્ટીંગ સોડા બહાર કાઢીને છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ દાખલ કરાઈ હતી.

કંડલા પોલીસ મથકે કંપનીના મેનેજર ચીરંજીવી યેમ્પલાએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે કંડલા મરીન પોલીસે 13/10ના રાત્રે ટેંકરને પડાણાના પંચરત્ન કોમ્પલેક્ષમાં ધનલક્ષ્મી પાર્કિંગથી 22 મેટ્રીક ટન કોસ્ટીક સોડા જે એક લીટરના 25 ગણતા કુલે 22 મેટ્રીક ટનના 5,50,000 નો ભરીને નિકળ્યો હતો, જેને પોલીસે પકડી પાડ્યો હતો, જેની પાસેથી આ જથ્થા અંગેના કોઇ આધારા પુરાવા મળ્યા નહતા. ડ્રાઈવરે સ્પષ્ટ કર્યુ કે આ જથ્થો શ્રીજી ટર્મીનલથીજ ભરેલો છે, ત્યારે કંપનીમા તપાસ કરતા જાણાવા મળેલું કે આરોપી ડ્રાઈવર ચંદનકુમાર નનકુરામએ ગેટ પર પર એન્ટ્રી કરાવી નથી

આરોપી સિક્યોરીટી ઓફિસર ધર્મેંદ્ર નાગેંદ્ર પ્રસાદ શર્મા અને ભંવરલાલ હનુમાન ચૌધરી, આ ત્રણેયએ મળીને કાવતરુ રચીને કંપનીના ટર્મીનલથી આશરે 22 મેટ્રીક ટન કોસ્ટીક સોડા કે જેની કિંમત 5.50 લાખ થવા જાય છે. તેને લઈ જઈને, પોતાના આર્થિક ફાયદા માટે કોઇ આધાર પુરાવા વિના બહાર કાઢીને કંપનીને નુકશાન કર્યું હતું. કંડલા મરીન પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. કંપનીની જાણ બહારજ કઈ રીતે આરોપીઓ પ્રીમાઈસીસમાંથી આટલો જથ્થો બહાર લઈ જઈ શક્યા અને અગાઉ આ પ્રકારનો કેટલો જથ્થો બહાર કઢાઈ ચુક્યો છે તેની તપાસ પણ હાથ ધરાય તો મોટુ કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...