ભાસ્કર એક્સલુઝિવ:S-GSTમાં ગત વર્ષ કરતા 544 કરોડની આવક વધી

ગાંધીધામ17 દિવસ પહેલાલેખક: સંદીપ દવે
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • એપ્રીલ થી સપ્ટેમ્બર21-’22 માં 1396 તો 2022-’23ના આજ સમયગાળામાં 1940 કરોડની સરકારી તિજોરીમાં આવક થઈ
  • કચ્છ આયુક્તમાં38.95%નો ગ્રોથ એપ્રિલથી સપ્ટેમ્બર સુધી ગત અને વર્તમાન વર્ષની સરખામણીમાં નોંધપાત્ર વધારો નોંધાયો

સ્ટેટ જીએસટીના કચ્છ આયુક્તમાં ગત વર્ષ અને આ વર્ષના છ મહિનાની તુલનાએ વિક્રમી 500 કરોડથી વધુની આવક થઈ ચુકી છે. જે પોતેજ એક સીમાચીહ્ન રુપ છે. સ્ટેટ જીએસટીના અંતર્ગત આવતા કચ્છના બન્ને ભાગો અને મોરબીને ગણીને ગત વર્ષ એપ્રીલ થી સપ્ટેમ્બર 2021-’22 સુધીમાં એટલે કે આ છ મહિનાના સમયગાળામાં સરકારી તિજોરીમાં 1396.06 કરોડની આવક થઈ હતી. જ્યારે કે ચાલુ વર્ષે એપ્રીલ થી સપ્ટેમ્બર’2022ના છ મહિનાના ગાળામાં 1939.89 કરોડની આવક થઈ છે.

આમ આજ છ મહિનાના સમયગાળાની સરખામણી કરીએ તો ગત વર્ષ કરતા એસજીએસટીમાં 543.83 કરોડનો જંગી આવક વધારો જોવા મળ્યો હતો. 38.85%ના ગ્રોથ ટકાવારી સાથે આમાં સર્વાધિક વધારો પુર્વ કચ્છ એટલે કે ગાંધીધામ સેન્ટરથીજ નોંધવામાં આવ્યો હતો. અનુક્રમે જોઇએ મોરબીમાં ગત વર્ષે 37.48 કરોડની સામે 54.33 કરોડ, પશ્ચિમ કચ્છ – ભુજમાં 422.82 કરોડની સામે 562.42 કરોડ તો પુર્વ કચ્છ ગાંધીધામમાં 935.76 કરોડની સામે ચાલુ વર્ષે 1431.80 કરોડની આવક થઈ હતી.

નોંધવુ રહ્યું કે ગાંધીધામના અંતરિયાળ ટ્રાન્સપોર્ટ એરીયા વિસ્તારમાં બેસતી સ્ટેટ જીએસટી વિભાગમાં છેલ્લા કેટલાક સમયથી સક્રિયતામાં નોંધપાત્ર વધારો થયો હોવાનું જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાંજ એટીએસ સાથે વિભાગે તપાસ હાથ ધરી હતી.

સ્ટેટ જીએસટી સરળતા માટે ત્રણ વિભાગોમાં વહેચાય છેઃ પુર્વ – પશ્ચિમ કચ્છ અને મોરબી !
સ્ટેટ જીએસટી વિભાગમાં કરના ક્લેક્શન અને ગણની પ્રક્રિયાને સુવ્યવસ્થિત રુપે કરવા માટે 3 વિભાગોમાં કચ્છ આયુક્તને વહેંચવામાં આવ્યું છે. જેમાં પુર્વ કચ્છ, પશ્ચિમ કચ્છ અને મોરબીનો સમાવેશ કરાયો છે. કચ્છની સંસદીય બેઠક જેમજ છે, બીજી તરફ સીજીએસટી આખા કચ્છને સમાવિષ્ટ કરે છે, તો IT રાજકોટ રેંજ અંતર્ગતજ કામ કરે છે.

એસ જીએસટીના કુલ 37 હજાર કરદાતાઓમાં સર્વાધિક પુર્વ કચ્છ- ગાંધીધામમાં 18 હજાર
સ્ટેટ જીએસટીના માળખા અનુસાર વિભાજીત કરેલા ત્રણ ભાગોમાંથી કુલ કરદાતાઓ પેઢીઓની સંખ્યા 37 હજાર જેટલી થવા જાય છે, જેમાં સર્વાધિક કરદાતાઓની નોંધણી પુર્વ કચ્છમા થયેલી છે, જેમાં 18 હજાર જેટલી પેઢીઓની નોંધ થયેલી છે. તો બીજી તરફ ભુજ એટલે કે પશ્ચિમ કચ્છમાં 8 હજાર અને મોરબીમાં 11 હજાર જેટલી નોંધણી થયેલી છે.

અન્ય સમાચારો પણ છે...