માનવતાનું ઉત્તમ ઉદાહરણ!:ગાંધીધામમાં રસ્તા પરથી મળેલ 5 લાખ રૂપિયા મૂળ માલિકને પરત કર્યા; પોલીસ દ્વારા સન્માન કરવામાં આવ્યું

ગાંધીધામ8 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજે ઈમાનદારી અને પ્રામાણિકતા ખાસ કરીને ક્યાંય જોવા નથી મળતી, પણ એવામાં ઇમાનદારીનું એક ઉદાહરણ ગાંધીધામમાં જોવા મળ્યું છે. જેમાં એક યુવાનને રસ્તા પરથી લાખો રૂપિયા ભરેલી બેગ મળી હતી. પરંતુ બેગમાં લાખો રૂપિયા જોઈને પણ આ યુવાનનું મન ડગ્યું ન હતું અને તેણે પ્રામાણિકતાથી લાખો રૂપિયા પોલીસને સોંપી દીધા હતા અને પોલીસ દ્વારા આ પૈસા તેના મૂળ માલિકને સુપ્રત કરવામાં આવ્યા હતા.

રૂ.5 લાખ ભરેલું બેગ મળી આવ્યું
વાત એવી છે કે, ગઈકાલે ટી.સી.એક્સ. નોર્થ-30 ચાવલા ચોક પાસે રહેતા અરજદાર વિજયભાઈ શંકરલાલ ઠક્કરે એ-ડિવિઝન પોલીસ સ્ટેશન આવી જાણ કરેલ કે તેઓએ યુકો બેંકમાથી રોક્ડ રમ રૂપીયા પાંચ લાખ ઉપાડી અને મોટર સાયકલ ઉપર જતા હતા. તે દરમિયાન રૂપિયા ભરેલ થેલો ક્યાક પડી ગયેલ છે તેવી જાણ કરતા પોલીસે તપાસ ચાલુ હતી. જેમાં આજરોજ અંજાર તાલુકાનાં માથક ગામનાં જગદિશભાઈ આણંદાભાઈ અવાડીયાએ પોલીસ સ્ટેશન ખાતે આવી જાણ કરી હતી કે, ગઈકાલે તેઓને યુકો બેંક ગાંધીધામ પાસે રોકડા રૂપીયા પાંચ લાખ ભરેલ થેલો મળી આવેલ છે અને કોઇ માલિક મળી આવેલ નથી.

પોલીસ દ્વારા સન્માન કરાયું
જે આધારે એ.બી.પટેલ પોલીસ ઇન્સ્પેકટર ગાંધીધામ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનનાઓએ રોક્ડા રૂપીયા ભરેલ બેગના માલિક વિજયભાઇ શંકરલાલ ઠક્કરને પોલીસ સ્ટેશન બોલાવી તેઓની રોકડા રૂપીયા પાંચ લાખ ભરેલ બેગ પરત આપવામાં આવી હતી. તેમજ રોક્ડ રકમ ભરેલ બેગ પરત આપવા આવેલ જગદિશભાઈ આણંદાભાઈ અવાડીયાનુ પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી.પટેલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...