દાણચોરી પર ડામ:કાસેઝથી નિકળેલા 5, મુન્દ્રા સેઝના 25 કન્ટેઇનર તપાસના દાયરામાં

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોપારી અને ઈ સિગારેટ્સના મામલે એજન્સીઓનો કસાતો સકંજો
  • ઈ સિગારેટ્સનો કરોડોનો જથ્થો ઝડપાયા બાદ હજુ વધુ પકડાય તેવી વકી, એક બાદ એક થઈ રહેલું ચેકિંગ

છેલ્લા કેટલાક દિવસથી કંડલા સેઝ અને મુંદ્રા સેઝ સાથે સતત ચર્ચામાં રહેલી સ્મગલીંગ, વેલ્યુએશન અને મીસ ડિક્લેરેશનની ઘટનાઓમાં તપાસનો બહુઆયામી ધમધમાટ ચાલી રહ્યો છે. કાસેઝથી નિકળેલા 5 કંટેનર તો મુંદ્રા સેઝ માટે જવા નિકળેલા 25 જેટલા કન્ટેનરોની તપાસ હાલ હાથ ધરાઈ રહી છે.કંડલા સ્પે. ઈકોનોમિક ઝોનથી નિકળેલા સોપારીના 5 કંટેનર અલગ અલગ કન્ટેનરમાંથી એકની લુધિયાના, ત્રણની મુંદ્રા અને એકની દિલ્હી પહોંચે તે પહેલાજ પરત કાસેઝ લાવીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

જેમાં લુધિયાણાના કન્ટેનરમાં કાળા મરીની તપાસ છે, તો દિલ્હીથી પરત કાસેઝ લઈ આવનારા કંટેનરમાં સોપારી સંલગ્ન તપાસ હાથ ધરાઈ છે. આ સાથે કાસેઝથી મુંદ્રા પોર્ટથી એક્સપોર્ટ થવાની તૈયારી પર રહેનારા ત્રણ કંટેનરને ડિઆરઆઈની સુચના બાદ રોકાવીને સર્ચ હાથ ધરાઈ છે.

ઈ સિગારેટ્સની આયાત અંગે ડીઆરઆઈ કરોડોના અને ત્યારબાદ કસ્ટમે પણ લાખોનો જથ્થો ઝડપ્યા બાદ હજી પણ ઈ સિગારેટ્સ અંદર હોવાની શંકા સાથે રોકાવેલા આયાતી કન્ટેનરોની સંખ્યા 25 છે, જેની એક બાદ એક તપાસ કરવામાં આવતા વધુ ઘટસ્ફોટ થવા સંભવ હોવાનું જાણકાર વર્તુળોનું માનવું છે. આ તમામ કન્ટેનરો મુંદ્રા સેઝ માત્ર કેમ જઈ રહ્યા હતા અને તેમાં પુર્વ કે વર્તમાન અધિકારી, કર્મચારીઓની સંડોવણી હતી કે કેમ તે દિશામાં પણ તપાસકાર્ય હાથ ધરાયું હોવાનું જાણવા મળે છે.

કાસેઝના જુના ચર્ચાસ્પદ નામ અને મુન્દ્રા સેઝના અધિકારીઓ રડાર પર
કંડલા સ્પે. ઈકોનોમિક ઝોનમાં વર્ષોથી યેનકેન રીતે વર્ષોથી ચર્ચાતા વિવાદાસ્પદ નામો અને મુદ્ન્રા સેઝના કેટલાક અધિકારીઓ આ પ્રકરણોના સામે આવ્યા બાદ તપાસની રડાર પર હોવાનું જાણવા મળી રહ્યું છે. મુંદ્રા સેઝમાં વારંવાર ઝડપાઈ રહેલી ઈ સિગારેટ્સ સ્થાનિક મીલીભગત વિના શક્ય ન હોવાનું દર્શાવી રહી છે તો કાસેઝમાં વર્ષોથી ચાલતી જબરદસ્તીની ઈજારાશાહી અને ગેરરીતીઓ અંગે ઉચ્ચતમ ઓથોરિટીઝ સમક્ષ થયેલી ફરિયાદો બાદ વિશેષ તપાસ આદરાઈ હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...