કચ્છ જિલ્લાના ગાંધીધામના સેકટર-2માંથી એસ.ઓ.જી.એ 4.8 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે. બજારમાં તેની કિંમત 48 હજાર રૂપિયા છે. પોલીસે ગાંજાની સાથે એક શખ્સની પકડ્યો હતો. આરોપીએ ઓરિસ્સાના એક વ્યક્તિ પાસેથી આ ગાંજો મંગાવ્યો હતો. પોલીસે ગાંજો, મોબાઈલ ફોન સહિત કુલ 63 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ગાંધીધામના સેકટર-2માંથી એસ.ઓ.જી.એ રૂપિયા 48 હજારના ગાંજા સાથે એક શખ્સની પકડી પડ્યો હતો. એક શખ્સ ગાંજો રાખીને સુંદરપુરી બસ સ્ટેશનથી ગણેશનગર બાજુ આવવાનો છે. તેવી પૂર્વ અને સચોટ બાતમીના આધારે પોલીસે આ કામગીરી હાથ ધરી હતી. સેકટર-2માં આવેલ સોના ટાવર બિલ્ડીંગની બાજુમાં પોલીસે વોચ ગોઠવી હતી.
અહીંથી કાળા કલરનું લોએર તથા વાદળી કલરનું ટી-શર્ટ પહેરીને આવેલા શખ્સને રોકી તેનાં હાથમાં રહેલ બેગની તલાસી લેતા તેમાંથી ગાંજા (માદક પદાર્થ)ના જથ્થો મળી આવતા પોલીસે મૂળ ઓરિસ્સાના અને હવે ગાંધીધામમાં રહેતા પૃથ્વીરાજ મધુસુદનની ધરપકડ કરી લીધી હતી. તેના કબ્જામાંથી 48,100 રૂપિયાનો ગાંજાનો 4.810 કિલો ગ્રામ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ શખ્સ ઓરિસ્સાના નભ નામનાં ઈસમ પાસેથી મંગાવ્યો હતો. આ કાર્યવાહીમાં ગાંજો, મોબાઈલ ફોન સહિત કુલ 63 હજાર 100નો મુદામાલ કબ્જે કરાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.