આદિપુરમાં એક ચોરીનો ભેદ ઉકેલાય ત્યાં બીજી ચોરીની ઘટના નોંધાઇ રહી છે જેમાં આજે એક જ દિવસમાં ચોરીની બે ઘટના નોંધાઇ છે. જેમાં આદિપુર જીઆઇડીસીના ગોદામમાંથી રૂ.4.56 લાખની માલમત્તાની ચોરી થઇ છે અને તસ્કરો આ ગોદામનું શટર ખોલવાનું હેન્ડલ સાથે લઇ ગયા હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.
ગાંધીધામના સેક્ટર-4 માં ઓસ્લો સોસાયટીમાં રહેતા અને આદિપુર જીઆઇડીસીમાં બાલાજી નામના ગોદામમાં પ્લાસ્ટિક રિસાઇકલિંગનું કામ કરતા જીતેન્દ્રભાઇ શંકરભાઇ વઝીરાણી તા.9/12 ના સવારે નવા વાગ્યે પોતાના આ ગદોદામમાં ગયા હતા અને ત્યાંથી ઘરે પરત આવ્યા હતમા. ત્યારબાદ આજે તેઓ ગોદામમાં ગયા ત્યારે મેઇન ગેટ તથા તેમની ઓફિસનું તાળું તૂટેલું નજરે પડ્યું હતું. અંદર જઇને તપાસ કરી તો સીસી ટીવી કેમેરાનું ડીવીઆર પણ ગૂમ હતું.
ત્યારબાદ વધુ તપાસ બાદ તેમને ગોદામમાંથી તસ્કરો રૂ.2,25,000 ની કિંમતનું 9 ટન પ્લાસ્ટિક મિક્ષર, રૂ.1,40,000 ની કિંમતનું 4 ટન બિસલેરી ફ્લેક, રૂ.45,000 ની કિંમતનું 3 ટન જેટલું પેપર વેસ્ટ, રૂ.20,000 ની કિંમતનું સીસી ટીવીનું ડીવીઆર, રૂ.25,000 ની કિંમતનો વજન કાંટો અને રૂ.1,000 ની કિંમતનું શટર ખોલવાનું લોખંડનું હેન્ડલ સહિત કુલ રૂ.4,56,000 ની માલમત્તા ચોરી કરી ગયા હોવાનું જાણવા મળતાં તેમણે આદિપુર પોલીસ મથકે તા.9/12 ના સવારથી આજે સવારે 9 વાગ્યા દરમિયાન કોઇ અજાણ્યા ઇસમો ચોરીને અંજામ આપી ગયા હોવાની ફરિયાદ નોંધાવી છે. પીએસઆઇ બી.વી.ચુડાસમા વધુ તપાસ ચલાવી રહ્યા છે પરંતુ સતત બની બની રહેલી ચોરીની ઘટનાઓથી આદિપુર શહેરના લોકો સાથે પોલીસની પણ ઉંઘ હરમામ થઇ છે.
સાધુવાસવાણીનગરના બંધ મકાનના તાળો તોડી 10 હજાર રોકડ ચોરાઇ
આદિપુરના વોર્ડ-2/બીમાં રહેતા આદિત્ય કમલકિશોર વ્યાસે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, તા.4/12 ના રોજ વોર્ડ-4/બી સાધુવાસવાણીનગરમાં રહેતા તેમના સસરા અશોકકુમાર પરિવાર સાથે ઘર બંધ કરી રાજસ્થાન લગ્નપ્રસંગે ગયા હતા. આજે વહેલી સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં તેમની પત્ની કોમલબેને ફોન કરી પપ્પાના ઘરમાં ચોરી થઇ છે તેવી વાણ કરતાં તેઓ સસરાના ઘરે સાધુવાસવાણીનગરમાં ગયા હતા. તેમના સસરાએ રાખેલા ચોકિદાર સુરેશભાઇને પુછતાં તેમણે જણાવ્યું હતું કે પરોઢે 4 વાગ્યે તેઓ જાગ્યા ત્યારે બે ઇસમો દિવાલ ઠેકી ભાગ્યા હતા તેનો પીછો પણ કર્યો પણ રેલ્વે ફાટક તરફ ભાગી ગયા હતા. આદિત્યભાઇએ અંદર જઇને તપાસ કરી તેમણે બે ઇસમો સામે રૂ.10 હજારની ચોરી કરી હોવાની ફરિયાદ આદિપુર પોલીસ મથકે નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.