ગાંધીધામની ઝોન ગોલાઇ પાસેથી 6 દિવસ પહેલાં આધાર પુરાવા વગરનો શ઼કાસ્પદ કોલાનો જથ્થો ભરેલા 5 ટ્રેઇલર ડિટેઇન કર્યા હતા, જેમાં આ ટ્રેઇલરમાં ભરેલો 41.38 લાખના પેટકોકનો જથ્થો બનાવટી ઇ-બિલ અને બિલ્ટી બનાવી રૂ.6.16 લાખ સીજીએસટી ન ભરી સરકારને ચુનો લગાવવાના ઇરાદે નિકળ્યા હોવાનું બહાર આવતાં એલસીબીએ ત્રણ થી વધુ સામે બી-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવી વધુ તપાસ સોંપી હતી.
એલસીબીની ટીમે તા.13/3 ના રોજ પેટ્રોલિંગ દરમિયાન ઝોન ગોલાઇ પાસેથી આધાર પુરાવા વગરના શંકાસ્પદ પેક કોકનો જથ્થો ભરેલા 5 ટ્રેઇલર રોકી ચાલકોને પુછરપરછ કરતાં આ કોલસો ડી.બી.ટ્રાન્સલીન્ક દ્વારા ભરાવવામાં આવ્યો હોવાનું અને રાપર ખાલી કરવા જવાનું ચાલકોએ જણાવ્યું હતું. આધાર પુરાવા ન હોતાં એલસીબીએ આ પાંચે વાહનો ડિટેઇન કર્યા હતા.
તપાસમાં આ ટ્રેઇલરમાં લોડ કરવામાં આવેલો રૂ.41,38,160 ની કિંમતનો 1,79,920 કિલોગ્રામપેટ કોક (કોલસો) ખોટા બનાવટી ઇ-વે બિલો અને બિલ્ટી બનાવી રૂ.6,16,226 નો સીજીએસટી અને એસજીએસટી વેરો ન ભરી સરકારને ચુનો લગાડવામાં આવી રહ્યો હોવાનું બહાર આવતાં ડી.બી ટ્રાન્સલીન્ક ટ્રાન્સપોર્ટના માલિક દિપેન બુજાડ, નરેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ ઝાલા, બીલો અને બીલ્ટી બનાવનાર આ કંપનીના જવાબદાર કર્મચારીઓ અને તપાસમાં જે નિકળે તેના વિરૂધ્ધ એલસીબીએ બી-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવી વધુ તપાસ સોંપી હતી.
તપાસ એચ.કે.હુંબલ ચલાવી રહ્યા છે. અહીં નોંધવું રહ્યું કે, કંડલાથી નિકળતા કોલસા સહિતના કાર્ગો ઉપર ટેક્સ બચાવવા બનાવટી ઇ વે બિલ અને બિલ્ટી બનાવવાતી હોવાનું ભૂતકાળમાં પણ બહાર આવી ચુક્યું છે.
જીએસટી ઈ-વે બીલ ચેકિંગ માટે કડક કાર્યવાહી થાય તો મોટું કૌભાંડ બહાર આવે
જીએસટી બીલ કે ઈ વે બીલ વિનાજ ચાલતી કાર્ગો સાથેની ટ્રકો વારંવાર ઝડપાય છે, પરંતુ આ તમામ પ્રક્રિયા એક રેન્ડમ કાર્યવાહી દરમ્યાન થાય છે. આનું કોઇ નિયમ મીકેનીઝમ બનાવવમાં હજી પણ તંત્ર નિષ્ફળ રહ્યું હોવાનું જાણવા મળે છે. જેમ આરડીએફડી અને ટોલ સિસ્ટમમાં સ્કેનથી ચેકિંગ થઈ શકે, તે અનુસાર જીએસટી નંબરનું પણ તેની સાથે જોડાણ થઈને ઓનલાઈન ખરાઈ સીસ્ટમ કેમ લાગુ ન કરાઈ શકે તેવો મત તજજ્ઞો વ્યક્ત કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.